બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / suddenly 270 crore rupees came in bank account woman returned to bank

OMG! / ખાતામાં આવ્યા 270 કરોડ, જાણો પૈસા પરત કર્યા બાદ કેવી રીતે બદલાયું મહિલાનું જીવન

MayurN

Last Updated: 05:50 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાના બેંક ખાતામાં અચાનક 270 કરોડ રૂપિયા આવી ગયા. પ્રામાણિકતા દાખવી મહિલાએ આટલી મોટી રકમ પણ પરત કરી હતી. પરંતુ આ ઘટના બાદ મહિલાનું જીવન બદલાઈ ગયું

  • મહિલાના બેંક ખાતામાં અચાનક 270 કરોડ રૂપિયા આવ્યા
  • પ્રામાણિકતા દાખવી મહિલાએ આટલી મોટી રકમ પણ પરત કરી
  • ત્યારબાદ તેણીએ પોતાનો એક બિઝનેસ શરુ કર્યો જેનાથી તે ખુશ છે

કોઈની ભૂલને કારણે મહિલાના બેંક ખાતામાં અચાનક 270 કરોડ રૂપિયા આવી ગયા. પ્રામાણિકતા દાખવી મહિલાએ આટલી મોટી રકમ પણ પરત કરી હતી. પરંતુ આ ઘટના બાદ મહિલાનું જીવન બદલાઈ ગયું. તેની સ્ટોરી આખી દુનિયામાં વાયરલ થઈ હતી. આ પછી મહિલાએ પોતાની એક કંપની શરૂ કરી.

અચાનક આવ્યા 270 કરોડ
રૂથ બલૂન 2019માં ત્યારે ચર્ચામાં આવી જ્યારે અચાનક તેના બેંક ખાતામાં 270 કરોડ રૂપિયાથી વધુ રકમ આવી. ત્યારે રૂથ અમેરિકાના ટેક્સાસના ડલ્લાસમાં જૂતાની દુકાનમાં કામ કરતી હતી. આ ઘટનાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે. રૂથે હવે પોતાની એક કંપની ખોલી છે અને તે બાળકોને મનોરંજન પૂરું પાડે છે. બાળકો માટે પાર્ટીનું આયોજન કરે છે. તેની મિત્ર ઈવા બ્રાન્ડેસ આ બિઝનેસમાં ભાગીદાર છે. તેઓ બબલ બસ સાથે બાળકો માટે પાર્ટી કરે છે જે બાળકોને વોટર એક્ટીવીટીમાં બબલ અને સ્પ્રેમાં ભાગ લેવડાવે છે. બાળકોને આમા ખૂબ આનંદ મળે છે.

લાગ્યું કે કોઈએ કરોડો રૂપિયા ગિફ્ટ કર્યા છે
રુથે અચાનક 270 કરોડ આવવા વિશે કહ્યું હતું કે પહેલા તો એવું લાગ્યું કે કોઈએ ગિફ્ટ કરી છે. આ પછી તેણે બેંકને આ રકમ વિશે જણાવ્યું. ત્યારબાદ બેંકે રૂથને કહ્યું હતું કે આ રકમ તેના ખાતામાં ભૂલથી આવી ગઈ હતી. પછી રૂથ થોડા સમય માટે કરોડો રૂપિયાની માલિક બની ગઈ હતી. ડલ્લાસમાં રહેતી રુથે પછી લેગસીટેક્સાસ બેંકને પૈસા પરત કર્યા હતા. રૂથે કહ્યું કે જ્યારે આ રકમ તેના ખાતામાં આવી ત્યારે તેણે તેમાંથી 10 ટકા ચર્ચને દાન કરવાનું વિચાર્યું હતું. અને તે અમુક રકમ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગતી હતી. પરંતુ પોતાની નેકી દાખવીને પૈસા પરત કર્યા હતા.

જ્યારે કોઈ વ્યક્તિએ ભુલથી 6 કરોડ રૂપિયા વાપરી નાખ્યા
આ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે અચાનક એક વ્યક્તિના ખાતામાં 6 કરોડ રૂપિયા જમા થઈ ગયા. પરંતુ આ વ્યક્તિએ આ પૈસાની ઉચાપત કરી હતી. અબ્દેલ ગઢિયા નામનો વ્યક્તિ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતો હતો. અચાનક તેના ખાતામાં મોટી રકમ આવી ગઈ. તેણે તેનો ઉપયોગ પણ કર્યો. આ ગુનાને કારણે તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ખરેખર, એક કપલે નવું ઘર ખરીદ્યું હતું અને તેઓ આ ઘર માટે પૈસા ચૂકવી રહ્યા હતા. પરંતુ ભૂલથી તેના પૈસા અબ્દેલ ગઢિયાના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

270 crore Bank account business lottery returns OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ