ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / કેનેડાના સ્ટુડન્ટ વિઝા જોઇએ છે? તો જોઇશે આ ડોક્યુમેન્ટ્સ, નોટ કરી લે ભારતીયો

NRI / કેનેડાના સ્ટુડન્ટ વિઝા જોઇએ છે? તો જોઇશે આ ડોક્યુમેન્ટ્સ, નોટ કરી લે ભારતીયો

Published By: Jinal Chauhan

Last Updated: 02:31 PM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય દેશ છે. અહીંયા દુનિયાભરના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે.

ADVERTISEMENT

કેનેડામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ભણવા જઈ રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે 2024માં અહીંયા અભ્યાસ માટે આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4.27 લાખથી રહી છે. 2026માં કેનેડામાં હજારો વિદ્યાર્થીઓ ભણવા જવાના છે. કોવિડ મહામારી પછી તો કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેનેડામાં ભણવાના બે મુખ્ય કારણ છે જેમાં ટોપ યુનિવર્સિટીઝ અને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા છે.

પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા દ્વારા સ્ટુડેન્ટને કેનેડામાં જોબ કરવાની મંજૂરી મળી છે. કેનેડામાં એકથી વધીને એક ટોપ યુનિવર્સિટી પણ છે જેમાં ટોરેન્ટો યુનિવર્સિટી, બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટી, મેક્ગિલ યુનિવર્સિટી, મેક્માસ્ટર યુનિવર્સિટી, અલ્બર્ટા યુનિવર્સિટી, મોન્ટ્રિયાલ યુનિવર્સિટી જેવી સંસ્થા સામેલ છે. કેનેડામાં ભણવા માટે સ્ટુડન્ટ વિઝા લેવા પડે છે આજે તમને જણાવીશું કે કેવી રીતે મળે છે અને તેના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે.

સ્ટુડન્ટ વિઝા અને સ્ટડી પરમિટમાં શું અંતર છે?

ઘણા લોકોને લાગે છે કે કેનેડામાં મળતા સ્ટુડન્ટ વિઝા અને સ્ટડી પરમિટ એક જ વસ્તુ છે. પણ આ સાચુ નથી. કેનેડામાં એન્ટ્રી માટે સ્ટુડન્ટ વિઝાની જરૂર પડે છે જ્યારે સ્ટડી પરમિટ દેશમાં રહીને ભણવા માટેની મંજૂરી આપે છે. કેનેડાની યુનિવર્સિટીમાં ભણવા માટે એડમિશન મળ્યા પછી સ્ટુડન્ટને સ્ટડી પરમિટ માટે અપ્લાઈ કરવું પડે છે. જ્યારે સ્ટડી પરમિટ એપ્લિકેશન મંજૂર થઈ જાય તો તે તાત્કાલિક સ્ટુડન્ટને આપવામાં આવતી નથી.

વિદેશી વિદ્યાર્થીઓને એક પોર્ટ ઓફ એન્ટ્રી લેટર મળે છે, જે એ જણાવે છે કે સ્ટુડન્ટ કેનેડામાં ભણવા માટે યોગ્ય છે. જેની સાથે એક વિઝીટર વિઝા એટલે કે ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથેરાઈઝેશન આપવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ સ્ટુડન્ટ વિઝા તરીકે કામ કરે છે જે કેનેડામાં એન્ટ્રી અપાવવા માટે જરૂરી હોય છે. કેનેડિયન એરપોર્ટ કે તેની બોર્ડર પર આવેલી પોર્ટ ઓફ એન્ટ્રી પર પહોંચવા માટે વિદ્યાર્થીઓને એક ઈન્ટરવ્યૂ આપવું પડે છે.

student-visa-2

કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી ઓફિસર સ્ટડી પરમિટ ઈન્ટરવ્યૂ લે છે જેમાં વિદ્યાર્થી તેમના અભ્યા અને તેનાથી સંબંધિત ડોક્યુમેન્ટ્સ વેગેર ચેક કરવામાં આવે છે. ત્યારપછી સ્ટડી પરમિટ આપવામાં આવે છે. કેનેડામાં ભણતી વખતે સ્ટડી પરમિટના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે જોડાયેલ કોઈ પણ ફેરફાર દરમિયાન પરમિટ અપડેટ કરાવવાની પણ જરૂર પડે છે.

સ્ટુડન્ટ વિઝા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ

વિદેશી વિદ્યાર્થીને CICની વેબસાઈટ (canada.ca/en/immigration-refugees-citizenship/services/application.html–) પર જઈને ઓનલાઈન સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવું પડે છે. સામાન્ય રીતે કેનેડા જવાના ત્રણ મહિના પહેલા વિઝા માટે અપ્લાય કરવું જોઈએ. આ દરમિયાન વિદ્યાર્થીઓને અમુક ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે જેમાં લેટર ઓફ એક્સેપ્ટેન્સ( જે યુનિવર્સિટીમાંથી મળે છે), વેલિડ પાસપાર્ટ, ભણવા માટે પૂરતા પૈસાનો પુરાવો, પોલીસ સર્ટિફિકેટ, મેડિકલ એક્ઝામ સર્ટિફિકેટ સામેલ છે. હવે આ બધી વસ્તુને લઈને એમ્બેસીમાં જવુ પડે છે જ્યાં એક ઈન્ટરવ્યૂ થાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ માત્ર 1 લાખ ડોલર ફી જ નહીં, અન્ય પણ અનેક ફેરફાર કરાયા H-1B Visaમાં

કેનેડાની સ્ટડી પરમિટ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ

  • એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સઃ 10માં, 12માં જેવા સર્ટિફિકેટ
  • એક્સેપ્ટેન્સ લેટર
  • વેલિડ પાસપોર્ટ
  • ભણવાના ખર્ટ માટે પૂરતા પૈસા હોવાનો પુરાવોઃ એજ્યુકેશન લોન સર્ટિફિકેટ/ સ્કોલરશીપ લેટર, બેન્કનું સ્ટેટમેન્ટ
  • પોલીસ સર્ટિફિકેટ
  • મેડિકલ સર્ટિફિકેટ

ઈંગ્લિશ ટેસ્ટનો પણ પુરાવો આપવો પડશે?

કેનેડાના વિઝા માટે અંગ્રેજી આવડવું જરૂરી છે. આજ કારણે વિદ્યાર્થીઓએ સાબિત કરવું પડે છે કે તેમને આ ભાષા સારી રીતે આવડે છે. સામાન્ય રીતે વિદ્યાર્થી IELTS, TOEFL જેવા ટેસ્ટ સ્કોર બતાવીને સાબિત કરે છે કે તેમણે ઈંગ્લિશ ટેસ્ટ આપ્યો છે અને તેમા સારો સ્કોર કર્યો છે. કેનેડામાં ભણવા માટે ઓછામાં ઓછા IELTS સ્કોર 6.0 હોવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

study in Canada Indian students in Canada Canada higher education

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ