ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:51 AM, 25 December 2025
ADVERTISEMENT
H-1B visa : અમેરિકાથી ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકામાં ટેક કંપનીઓ અને વિદેશી પ્રોફેશનલ્સ માટે ફરી એકવાર મુશ્કેલી ઊભી થઈ છે. વિગતો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા સંબંધિત કડક નિર્ણયોની ચર્ચા હાલ ચારેકોર થઈ રહી છે. તાજેતરમાં અમેરિકાની એક ફેડરલ કોર્ટના ચુકાદાએ ટ્રમ્પ વહીવટીતંત્રને મોટી રાહત આપી છે, જ્યારે ટેક કંપનીઓ માટે આ નિર્ણય મોટો ઝટકો સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વાસ્તવમાં તાજેતરમાં જ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ બેરિલ હોવેલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે H-1B વિઝા પર ભારે ફી લાદવાનો જે નિર્ણય લીધો છે, તે તેમની કાનૂની સત્તાની અંદર આવે છે. આ મુજબ ટ્રમ્પ વહીવટીતંત્ર નવી H-1B વિઝા અરજીઓ પર $100,000 (અંદાજે 89 લાખ રૂપિયા) ફી લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધારી શકે છે, જ્યાં સુધી કાનૂની પડકારોનો અંત ન આવે. જજએ એ પણ સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસે રાષ્ટ્રપતિને આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓમાં વિશાળ સત્તા આપી છે. આ કારણે યુએસ ચેમ્બર ઓફ કોમર્સની દલીલને કોર્ટએ ફગાવી દીધી છે.
ADVERTISEMENT
H-1B વિઝા નિયમોમાં મોટા બદલાવ
નવા નિયમો મુજબ H-1B વિઝા પ્રોગ્રામમાં અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ વિઝા માટે ફી સામાન્ય રીતે $2,000 થી $5,000 વચ્ચે રહેતી હતી પરંતુ હવે તેને સીધી $100,000 સુધી વધારી દેવામાં આવી છે. આ સિવાય ટ્રમ્પ વહીવટીતંત્રે વર્ષોથી ચાલતી H-1B લોટરી સિસ્ટમને પણ રદ કરી દીધી છે. હવે નવી પદ્ધતિ હેઠળ વધુ પગાર આપનાર નોકરીદાતાઓને પ્રાથમિકતા મળશે. સરકારનું કહેવું છે કે આ પગલાં અમેરિકન કામદારોને વધુ રોજગાર આપવાના ઉદ્દેશથી લેવામાં આવ્યા છે. નવા નિયમો 27 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે.
ADVERTISEMENT

ટેક કંપનીઓ માટે મોટો ફટકો
ADVERTISEMENT
H-1B વિઝા કાર્યક્રમ અમેરિકાની ટેક, એન્જિનિયરિંગ અને હેલ્થકેર જેવી વિશિષ્ટ ક્ષેત્રોની કંપનીઓ માટે ખૂબ મહત્વનો રહ્યો છે. દર વર્ષે આ પ્રોગ્રામ હેઠળ 65,000 વિઝા આપવામાં આવે છે, જ્યારે ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે વધારાના 20,000 વિઝા ઉપલબ્ધ હોય છે. પરંતુ ફીમાં થયેલો ભારે વધારો અને લોટરી સિસ્ટમનો અંત આવવાથી હવે ઘણી કંપનીઓ વિદેશી ટેલેન્ટ રાખવામાં અચકાશે. ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ અને મધ્યમ કદની ટેક કંપનીઓ માટે આ ખર્ચ વહન કરવો મુશ્કેલ બનશે.
આ પણ વાંચો : બનવું છે વિદેશી નાગરિક? એ પણ ત્યાં રહ્યાં વગર, ભારતીયોને થશે ફાયદો
ADVERTISEMENT
ભારતીય પ્રોફેશનલ્સ પર સૌથી વધુ અસર
આ નવા નિયમોથી સૌથી વધુ અસર ભારતીય કામદારો પર પડી શકે છે. H-1B વિઝા મેળવનારાઓમાં લગભગ 70 ટકા હિસ્સો ભારતીયોનો છે. અમેરિકા સ્થિત ઘણી ટેક કંપનીઓ ભારતીય એન્જિનિયર અને આઈટી પ્રોફેશનલ્સ પર ભારે આધાર રાખે છે. ફીમાં મોટા વધારાને કારણે હવે ભારતીય ઉમેદવારો માટે અમેરિકા જઈને કામ કરવું વધુ મુશ્કેલ બની શકે છે. સાથે જ, નોકરીદાતાઓ પણ અન્ય વિકલ્પો શોધવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ