ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / બનવું છે વિદેશી નાગરિક? એ પણ ત્યાં રહ્યાં વગર, ભારતીયોને થશે ફાયદો

NRI / બનવું છે વિદેશી નાગરિક? એ પણ ત્યાં રહ્યાં વગર, ભારતીયોને થશે ફાયદો

Published By: Priykant Shrimali

Last Updated: 10:00 AM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Foreign citizenship : તો શું તમે પણ જોઈ રહ્યા વિદેશી નાગરિક બનવાનું સપનું? ત્યાં રહ્યા વગર પણ આ શક્ય છે, અહીં જાણો તમામ વિગતો માત્ર એક જ ક્લિકે

ADVERTISEMENT

Foreign citizenship : ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ફરવા કે પછી ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશ જતાં હોય છે. ઘણા લોકોનું સપનું હોય છે કે એક દિવસ વિદેશી નાગરિકતા મળે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, તેના માટે વર્ષો સુધી ત્યાં રહેવું પડે, લાંબી પ્રક્રિયા કરવી પડે અને ઘણી અડચણો આવે. પરંતુ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં આ બધું કરવાની જરૂર જ નથી. કેરેબિયન વિસ્તારમાં આવેલું નાનું દેશ સેન્ટ કિટ્સ અને નેવિસ એવો દેશ છે, જે રોકાણના આધારે નાગરિકતા આપે છે. ખાસ વાત એ છે કે અહીં નાગરિકતા મેળવવા માટે તમને ક્યારેય ત્યાં રહેવું પણ પડતું નથી.

દુનિયાનો સૌથી જુનો અને વિશ્વસનીય પ્રોગ્રામ

સેન્ટ કિટ્સ અને નેવિસનો સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ (CBI) પ્રોગ્રામ વર્ષ 1984થી ચાલે છે. એટલે કે આ કોઈ નવી કે શંકાસ્પદ યોજના નથી. વર્ષોથી દુનિયાભરના લોકો આ પ્રોગ્રામનો લાભ લઈ રહ્યા છે.

કેટલી રકમમાં મળે નાગરિકતા?

આ પ્રોગ્રામ હેઠળ ઓછામાં ઓછા US$250,000 (લગભગ રૂ. 2.1 કરોડ)નું રોકાણ કરવાથી નાગરિકતા મેળવી શકાય છે. આ રકમ એક વ્યક્તિ માટે અથવા ચાર લોકોના પરિવાર માટે લાગુ પડે છે.

રિયલ એસ્ટેટમાં રોકાણનો વિકલ્પ

જો તમે મિલકતમાં રોકાણ કરવા માંગતા હો, તો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. લગભગ $3.25 લાખમાં એપાર્ટમેન્ટ અથવા શેર ખરીદી શકાય છે અથવા $600,000માં ખાનગી ઘર લઈ શકાય છે. 2025 દરમિયાન એક ખાસ ઓફર હેઠળ, ચાર લોકોના પરિવાર માટે 31 ડિસેમ્બર સુધી સરકારી અરજી ફી માફ કરવામાં આવી હતી, જેના કારણે કુલ ખર્ચમાં ઘટાડો થયો હતો.

નાગરિકતા પછી રહેવાની ફરજ નથી

આ પ્રોગ્રામની સૌથી મોટી ખાસિયત એ છે કે નાગરિકતા મળ્યા પછી તમને ત્યાં રહેવાની કોઈ ફરજ નથી. તમે ક્યારેય દેશની મુલાકાત લો કે ન લો-બધું તમારી મરજી પર છે. આખી પ્રક્રિયા ઓનલાઈન અરજી, વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુ અને ડ્યુ ડિલિજન્સ ચેક દ્વારા પૂરી થાય છે. મંજૂરી મળ્યા બાદ તમને નાગરિકતાનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ આપવામાં આવે છે.

‘ગોલ્ડન પાસપોર્ટ’ કેમ કહેવાય છે?

સેન્ટ કિટ્સ અને નેવિસનો પાસપોર્ટ દુનિયાના શક્તિશાળી પાસપોર્ટ્સમાં ગણાય છે. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 મુજબ તેનો ક્રમ 45મો છે. આ પાસપોર્ટથી લગભગ 167 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકાય છે, જેમાં યુરોપનો શેંગેન વિસ્તાર, યુકે, સિંગાપોર, હોંગકોંગ, રશિયા, સાઉદી અરેબિયા વગેરે દેશો સામેલ છે. અમેરિકા માટે પણ 10 વર્ષનો B-1/B-2 વિઝિટર વિઝા સરળતાથી મળી શકે છે.

કર બાબતે પણ મોટો ફાયદો

આ દેશનો એક મોટો લાભ તેનો કર વ્યવસ્થાપન છે. અહીં કોઈ વ્યક્તિગત આવકવેરો નથી, સંપત્તિ કર નથી, વારસા કર નથી, મૂડી લાભ કર પણ લાગતો નથી. આ ઉપરાંત દ્વિ નાગરિકત્વની મંજૂરી છે એટલે તમને તમારી હાલની નાગરિકતા છોડવાની જરૂર પડતી નથી.

આ પણ વાંચો : અમેરિકા જનારા ભારતીયો માટે મહત્ત્વના સમાચાર, H-1B, H4 વિઝાને લઈ ટ્રમ્પ સરકારનું એલર્ટ

કોના માટે ઉપયોગી?

આ પ્રકારની નાગરિકતા ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે, જે વધુ દેશોમાં સરળ મુસાફરી ઇચ્છે છે, વ્યવસાય અને રોકાણ માટે વિકલ્પો વધારવા માંગે છે અને કર સંબંધિત લાભો શોધી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Foreign citizenship Caribbean St. Kitts

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ