ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકા જનારા ભારતીયો માટે મહત્ત્વના સમાચાર, H-1B, H4 વિઝાને લઈ ટ્રમ્પ સરકારનું એલર્ટ

NRI / અમેરિકા જનારા ભારતીયો માટે મહત્ત્વના સમાચાર, H-1B, H4 વિઝાને લઈ ટ્રમ્પ સરકારનું એલર્ટ

Published By: Vidhata Gothi

Last Updated: 09:12 AM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Visa Alert: ભારતમાં અમેરિકન એમ્બસીએ H-1B અને H-4 વિઝા અરજદારો માટે એક મહત્ત્વની ચેતવણી આપી છે. અમેરિકન એમ્બસીએ અરજદારોને બને એટલી જલ્દી એપ્લાય કરવાની સલાહ આપી છે. સાથે જ જણાવ્યું છે કે સોશિયલ મીડિયાનું ચેકિંગ શરૂ થઈ ગયું છે, જેથી વિઝા પ્રોસેસમાં સમય લાગી શકે છે.

ADVERTISEMENT

US Embassy India Visa Alert: જો અમેરિકામાં નોકરી કરવા માટે અથવા પરિવાર સાથે રહેવા માટે H-1B અથવા H-4 વિઝા માટે એપ્લાય કરવાના હોવ તો આ સમાચાર ખૂબ જ કામના છે. અમેરિકાએ હવે વિઝાની તપાસને વધુ કડક કરી દીધી છે. માત્ર પેપર્સ જ નહીં, પણ હવે સોશિયલ મીડિયા પ્રોફાઇલ પણ ચેક કરવામાં આવશે. આ માટે ભારતમાં અમેરિકન એમ્બસીએ H-1B અને H-4 વિઝા માટે એપ્લાય કરનારા અરજદારોને જલ્દી અરજી કરવાની સલાહ આપી છે.

ભારતમાં અમેરિકન એમ્બસીએ કહ્યું છે કે H-1B અને H-4 વિઝાના પ્રોસેસિંગમાં હવે પહેલા કરતાં વધારે સમય લાગી શકે છે. એટલે જે લોકોને અમેરિકા જવાનું છે, તેઓ છેલ્લી ઘડીની રાહ જોયા વિના બને એટલા વહેલા અરજી કરી દે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 15 ડિસેમ્બરથી તમામ દેશોના અરજદારો માટે સોશિયલ મીડિયા અને ઓનલાઇન એક્ટિવિટીની તપાસ શરૂ કરી દીધી છે. હવે આ તપાસ વિઝા પ્રક્રિયાનો નિયમિત ભાગ બની ગઈ છે. આનો અર્થ એ થયો કે વિઝા માટે એપ્લાય કરતી વખતે અરજદારની ડિજિટલ એક્ટિવિટી પણ ચેક કરવામાં આવશે.

સોમવારે X પર એક પોસ્ટ શેર કરીને યુએસ એમ્બસીએ જણાવ્યું કે, 15 ડિસેમ્બરથી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે તેની સામાન્ય વિઝા ચકાસણી પ્રક્રિયાના ભાગ રૂપે તમામ H-1B અને H-4 અરજદારોની ઓનલાઈન હાજરીની સમીક્ષા શરૂ કરી દીધી છે. અગાઉ, આ ચકાસણી ફક્ત પસંદગીના કિસ્સાઓમાં જ કરવામાં આવતી હતી. એમ્બસીએ સ્પષ્ટ કર્યું કે આ ચકાસણી બધા દેશોના અરજદારો પર સમાન રીતે લાગુ થશે અને તેનો હેતુ H-1B પ્રોગ્રામના દુરુપયોગને રોકવાનો છે જેથી યુએસ કંપનીઓ હજુ પણ લાયક વિદેશી પ્રોફેશનલ્સને નોકરી પર રાખી શકે.

હવે DS-160 ફોર્મમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશે માહિતી આપવી ફરજિયાત રહેશે અને વિઝા સ્ટેમ્પિંગ અને ઇન્ટરવ્યુ દરમિયાન કડક ચેકિંગ કરવામાં આવશે. વિઝા અધિકારીઓ અરજી સમીક્ષા દરમિયાન તેમની ઓનલાઈન પ્રવૃત્તિઓની સમીક્ષા કરી શકે છે. જેનાથી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. એમ્બસીએ ચેતવણી આપી કે કડક ચેકિંગ પ્રોસેસને કારણે વિઝા મેળવવામાં વધુ સમય લાગી શકે છે. એટલા માટે જલ્દી એપ્લાય કરવાની સલાહ આપવામાં આવી છે. આની અસર ભારતીય પ્રોફેશનલ્સ પર પણ પડશે. આ નિયમ જીવનસાથીઓ અને આશ્રિત બાળકો પર પણ લાગુ પડે છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું કે અરજદારોને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પબ્લિક રાખવા માટે કહેવામાં આવી શકે છે, અને કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે છુપાવવા અથવા વિરોધાભાસ વિઝા નિર્ણયોને અસર કરી શકે છે.

vtv app promotion

યુએસ એમ્બસીએ એ પણ સ્પષ્ટતા કરી કે આ કડક ચેકિંગ એમ્બસી અથવા કોન્સ્યુલેટમાં લેવામાં આવતા વિઝા સ્ટેમ્પિંગ અને ઇન્ટરવ્યુ પર લાગુ થશે, યુનાઇટેડ સ્ટેટ્સમાં USCIS દ્વારા H-1B અરજીની મંજૂરી પર નહીં. આનો અર્થ એ થયો કે જેમની અરજીઓ મંજૂર થઈ ગઈ છે તેમને પણ વિઝા જારી કરવાના તબક્કામાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. દૂતાવાસે જણાવ્યું કે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે, પરંતુ અરજદારોએ વધારાની ચકાસણી અને વિલંબ માટે તૈયાર રહેવું. સાથે જ બને એટલી વહેલી તકે અરજી કરવાની પણ સલાહ આપી.

આ પણ વાંચો: ભારતીયો માટે વિઝાને લઇ 4 દેશોએ લીધો મહત્વનો નિર્ણય, જાણો શું

જણાવી દઈએ કે ભારતમાં મોટી સંખ્યામાં પહેલાથી જ શિડ્યુલ H-1B વિઝા એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દેવામાં આવી છે. જે અરજદારોની વિઝા એપોઇન્ટમેન્ટ 15 ડિસેમ્બર પછી માટે શિડ્યુલ હતી, તેમને કોઈ પણ ચેતવણી આપ્યા વિના ઘણા મહિનાઓ પછીની તારીખ આપી દેવામાં આવી છે. કેટલાક કેસમાં નવી તારીખ ઓક્ટોબર 2026 સુધી પહોંચી ગઈ છે. આ નિર્ણયથી એ લોકો પર સૌથી વધારે અસર થઈ છે કે જેઓ પહેલાથી જ ઇન્ટરવ્યુ માટે ભારત આવી ચૂક્યા હતા. હવે તેમની પાસે માન્ય H-1B વિઝા સ્ટેમ્પ નથી, એટલે તેઓ અમેરિકા પાછા જઈ શકતા નથી. ઉલ્લેખનીય છે કે પહેલાં આ નિયમ ફક્ત F, M, અને J વિઝા, એટલે કે, સ્ટુડન્ટ અને એક્સ્ચેન્જ પ્રોગ્રામવાળા અરજદારો પર જ લાગુ પડતો હતો, પરંતુ હવે તેને H-1B અને H-4 અરજદારો પર પણ લાગુ કરી દેવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Visa Alert Online Presence Reviews US Embassy in India

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ