બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Students are upset with Canada, it has become difficult to go and stay, more than six lakh study permits will be rejected
Last Updated: 06:52 PM, 6 April 2024
ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડામાં અભ્યાસનો ક્રેઝ પહેલેથી જ વધારે રહ્યો છે.. ભારતમાંથી પ્રતિવર્ષ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કેનેડા જાય છે.. જો કે કેનેડામાં અભ્યાસનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે.. જેને કારણે કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા ખુબજ વધી રહી છે.. અને આ સંખ્યા વધવાને કારણે કેનેડામાં હાઉસિંગની સમસ્યા પણ સર્જાઇ છે..જસ્ટીન ટ્રુડોની સરકાર પર આ મામલે દબાણ વધતા હવે ટ્રુડોની સરકાર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે એકશનમાં આવી છે..
ADVERTISEMENT
સ્ટુડન્ટ વિઝાની સંખ્યા નિર્ધારિત કરી
કેનેડાએ જાહેર કર્યુ છે કે તે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરશે. કેનેડાએ આ માટે આગામી 2 વર્ષ માટે સ્ટુડન્ટ વિઝાની સંખ્યા નિર્ધારિત કરી છે. કેનેડાએ વર્ષ 2024 માટે નક્કી કરેલી સ્ટુડન્ટ વિઝાની સંખ્યા 4,85,000 ( ચાર લાખ પંચ્યાસી હજાર) છે.
ADVERTISEMENT
6,06,000 સ્ટડી પરમિટ રિજેક્ટ કરશે
જાન્યુઆરી 22ના રોજ કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ઝડપી વધારાને નિયંત્રણમાં લેવા માટે સ્ટડી પરમિટની અરજીઓ પર નેશનલ કેપની જાહેરાત કરવામાં આવી હતી.. 2024 માટે પ્રાંતીય અને પ્રાદેશિક ફાળવણીને હવે આખરી ઓપ આપવામાં આવ્યો છે. જે મુજબ કેનેડા 6,06,000 સ્ટડી પરમિટ રિજેક્ટ કરશે.
ADVERTISEMENT
આ કોર્સના વિદ્યાર્થીઓ નિયમથી બાકાત
ADVERTISEMENT
મહત્વની વાત એ છે કે અમુક શ્રેણીઓ જેમ કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અથવા માસ્ટર્સ તથા ડોક્ટરલ પ્રોગ્રામ્સ જેવી એડવાન્સ ડિગ્રીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મર્યાદાનો આ નિયમ લાગુ નહીં પડે. જે વિદ્યાર્થીઓને આ મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે તેમની સંખ્યાને ધ્યાનમાં લઇએ તો સ્ટડી પરમીટનો લક્ષ્યાંક 2,36,000 જેટલી થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.