બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર બજારનો આજે કેવો મૂડ? બજેટની અસર હજુ પણ વર્તાઇ, આ શેરમાં નુકસાન જ નુકસાન

Stock Market / શેર બજારનો આજે કેવો મૂડ? બજેટની અસર હજુ પણ વર્તાઇ, આ શેરમાં નુકસાન જ નુકસાન

Last Updated: 10:49 AM, 26 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market Latest News : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 118.70 પોઈન્ટ અથવા 0.15 ટકાના વધારા સાથે 80,158 પર ખુલ્યો

Share Market : આજે એટલે કે શુક્રવારે સ્થાનિક શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે. વાસ્તવમાં હાલ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેની પાછળ IT શેરમાં ઉછાળાનો ટેકો છે. ગઈ કાલે બૅન્કિંગ શૅરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જે આજે પણ ચાલુ છે અને તેઓ બજારને ઊંચાઈ હાંસલ કરતા અટકાવી રહ્યા છે.

આવો જાણીએ શેરબજારની શરૂઆત કેવી થઈ?

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 118.70 પોઈન્ટ અથવા 0.15 ટકાના વધારા સાથે 80,158 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 17.25 પોઈન્ટ અથવા 0.071 ટકાના વધારા સાથે 24,423 પર ખુલ્યો હતો.

બેંકના શેરમાં સતત થઈ રહ્યો છે ઘટાડો

નોંધનિય છે કે, ગઈકાલે પણ બેંક નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો જે આજે પણ ચાલુ છે. બેન્ક નિફ્ટી 169.75 પોઈન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 50,719 પર છે. તેના 12 શેરમાંથી 6 વધી રહ્યા છે અને 6 ઘટી રહ્યા છે. ફેડરલ બેંકમાં સૌથી વધુ 3.56 ટકા અને IDFC ફર્સ્ટ બેંકમાં 1.71 ટકાનો ઘટાડો થયો છે. HDFC બેન્ક, ICICI બેન્ક અને એક્સિસ બેન્કના શેરમાં નબળાઈ છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરોમાં ઉછાળા સાથે અને 10 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં ટોપ ગેનર ભારતી એરટેલ છે અને તે 2.25 ટકા ઉપર છે. ટાટા સ્ટીલ આજે પણ ઉપર છે અને 1.97 ટકાનો વધારો દર્શાવે છે. આ સિવાય ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, એચસીએલ ટેક, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, પાવરગ્રીડ, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, બજાજ ફિનસર્વ જેવા શેરોમાં વધારો થઈ રહ્યો છે.

વધુ વાંચો : 5 દિવસ બાકી..કરી દેજો ITR ફાઈલ નહીંતર દંડ ભરવા રહેજો તૈયાર, આ લોકોને મળે છે સ્પેશિયલ છૂટ

આવો જાણીએ BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન

BSE પર લિસ્ટેડ કંપનીઓના શેરોનું માર્કેટ કેપ રૂ. 453.15 લાખ કરોડ થયું છે. અમેરિકન ચલણમાં તે 5.41 ટ્રિલિયન યુએસ ડોલર છે. BSE પર 3191 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી 2326 શેર વધી રહ્યા છે. 766 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 99 શેર કોઈ ફેરફાર સાથે દેખાઈ રહ્યા છે. 162 શેરમાં અપર સર્કિટ અને 34 શેરમાં નીચલી સર્કિટ છે. 171 શેર એક વર્ષની ઊંચી સપાટીએ છે જ્યારે 11 શેર સમાન સમયગાળામાં તેમની સૌથી નીચી સપાટીએ છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sensex Nifty Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ