બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:54 AM, 15 January 2024
ADVERTISEMENT
શેરબજાર ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે અને BSE સેંસેક્સ પ્રથમવાર 73 હજારને પાર પહોંચી ગયું છે. NSE નિફ્ટી લાઈફટાઈમ હાઈ અને 22,000ના લેવલને પાર કરી કરી ગયું છે. શેરબજારે રેકોર્ડબ્રેક ઓપનિંગ કરી છે.
શેરબજાર ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું
શેરબજારમાં BSE સેંસેક્સ 481.41 પોઈન્ટ (0.66 ટકાનો વધારો)નો વધારો થતા 73,049 લેવલ પર ખુલ્યો છે. NSE નિફ્ટી 158.60 પોઈન્ટ (0.72 ટકાનો વધારો)ના વધારાની સાથે 22,053 પોઈન્ટ પર ખુલ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રોકાણકારો રૂપિયા હાથવગા રાખજો, દેશની સૌથી અમીર મહિલા આપશે કમાણી કરવાનો ચાન્સ,
સેંસેક્સ નિફ્ટી ઓલટાઈમ હાઈ
BSE સેંસેક્સનો આજનો ઈંટ્રાડે હાઈ 73,257.15 લેવલ પર છે. NSE નિફ્ટી ઓલટાઈમ હાઈ સ્તર 22,081.95 પર પહોંચી ગયું છે.
ADVERTISEMENT
Sensex breaches 73,000-mark for the first time to hit fresh record peak; Nifty goes past 22,000-level
— Press Trust of India (@PTI_News) January 15, 2024
ADVERTISEMENT
શેરબજાર અપડેટ
BSE પર કુલ 3155 શેર ટ્રેડ કરી રહ્યા છે અને તેમાં 2,282 શેર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. અને 765 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. 108 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.
પ્રી-ઓપનિંગમાં ઐતિહાસિક સ્તર
માર્કેટના પ્રી ઓપનિંગમાં BSE સેંસેક્સમાં 504.21નો ઉછાળો આવતા 73072ના સ્તર પર પહોંચી ગયું છે. NSE નિફ્ટીમાં 196.90 પોઈન્ટનો વધારો થતા 22091ના સ્તર પર પહોંચી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.