બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ સહિત 9 શહેરોમાં GST વિભાગના દરોડા, 2000000000 રૂપિયાની કરચોરી ઝડપાઈ

તપાસ / અમદાવાદ સહિત 9 શહેરોમાં GST વિભાગના દરોડા, 2000000000 રૂપિયાની કરચોરી ઝડપાઈ

Last Updated: 01:04 PM, 15 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સીજીએસટીએ દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદમાં સ્ક્રેપ ડીલરને ત્યાં દરોડા પડ્યા હતા. ટીમ દ્વારા ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ, જામનગર, રાજકોટમાં સીજીએસટીએ દરોડા પાડ્યા હતા. જેમાં 25 સ્થળો ઉપર જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 200 કરોડની કર ચોરી સામે આવી છે. અમદાવાદમાં સ્ક્રેપ ડીલરને ત્યાં દરોડા પડ્યા હતા. જામનગર, રાજકોટમાં તેલનાં વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા. ટેક્સ ચોરીનો આંકડો હજુ વધી શકે છે. તેમજ બોગસ પરચેસ બિલ અને સેલ્સ ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. બેઝ ઓઈલ ઈમ્પોર્ટને લઈ મોટી કર ચોરી બહાર આવે તેવી શક્યતા છે.

રાજ્યનાં 9 શહેરોમાં આવેલા 43 વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વેડીંગ ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રી પર સ્ટેટ જીએટી વિભાગ દ્વારા દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચોઃ કામ વગર ઘરની બહાર ન નીકળતા! સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે કોલ્ડવેવની આગાહી

કરોડો રૂપિયાની કરચોરી ઝડપાઈ

રાજ્યનાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, નવસારી, મહેસાણ, આણંદ, નડિયા અને અમરેલીમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન 6.70 કરોડની કરચોરી પણ ઝડપાઈ છે. તેમજ તપાસ દરમ્યાન હજુ પણ કરચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wedding Garments Industries State GST Department Raids Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ