ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રદેશ ભાજપે મહામંત્રીઓને સોંપી ઝોન વાઇસ જવાબદારી, કોને કયો ઝોન સોંપાયો

મોટા સમાચાર / પ્રદેશ ભાજપે મહામંત્રીઓને સોંપી ઝોન વાઇસ જવાબદારી, કોને કયો ઝોન સોંપાયો

Published By: Mit Soni

Last Updated: 07:15 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક કરાયા બાદ મહામંત્રીઓને ઝોનની જવાબદારી સોપાઈ હોવાની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય સહિત ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે.

ADVERTISEMENT

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક કરાયા બાદ શનિવારે મોડી રાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે ભાજપના નવા સંગઠનમાં મહામંત્રીઓને ઝોનની જવાબદારી સોંપાઈ છે. અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપાઈ છે તો પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોન અને મથકની જવાબદારી સોંપાઈ તો વળી અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે અને હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી

વધુ વાંચો: ST વિભાગના ભાડામાં 3 ટકાનો વધારો, આજ મધરાતથી જ નવા ભાવ લાગુ

કોની કોની વરણી કરવામાં આવી હતી

શનિવારે મોડી રાત્રે ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 4 મહામંત્રી અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઈ હતી. સંગઠનની બાકી રહેલી નિમણૂંકોની જાહેરાત કરાઈ હતી. મહામંત્રી તરીકે કચ્છના અનિરૂદ્ધ દવે, રાજકોટના ડો. પ્રશાંત કોરાટ, ખેડાના અજય બ્રહ્મભટ્ટ, સુરેન્દ્રનગરના હિતેન્દ્ર ચૌહાણની વરણી કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલની વરણી કરાઈ હતી. મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાની વરણી કરવામાં આવી હતી. ડો. પરિન્દુ ભગત કોષાધ્યક્ષ જ્યારે મોહન કુંડારીયાન સહકોષાધ્યક્ષ બનાવાયા છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagdish Vishwakarma BJP Gujarat President Gujarat BJP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ