ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ST વિભાગના ભાડામાં 3 ટકાનો વધારો, આજ મધરાતથી જ નવા ભાવ લાગુ

BIG BREAKING / ST વિભાગના ભાડામાં 3 ટકાનો વધારો, આજ મધરાતથી જ નવા ભાવ લાગુ

Published By: Vishal Khamar

Last Updated: 06:56 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસટી વિભાગ દ્વારા એકાએક ભાડામાં વધારો કરવામાં આવતા મુસાફરો વિમાસણમાં મુકાઈ જવા પામ્યા હતા. આજ રાતથી જ નવા ભાડા લાગુ કરવામાં આવશે,

ADVERTISEMENT

ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એસટી વિભાગે એકાએક ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા ભાડામાં 3 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. આજે મોડી રાતથી જ નવા ભાડુ લાગુ કરવામાં આવશે. ગુજરાતીઓને નવા વર્ષની મોઘી ભેટ આપી છે. એસટી વિભાગ દ્વારા 9 મહિનામાં બીજી વખત ભાડામાં વધારો કર્યો છે. ગુજરાત એસટી દ્વારા ભાડામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં નવા વર્ષે મોંઘવારીની ભેટ આપી છે. આજ મધરાતથી જ અમલ શરૂ કરશે. 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો છે.

3 ટકાનો વધારો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે, ST નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.

કેટલું ભાડું વધ્યું

GSRTC દ્વારા મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે તા. 31 ડિસેમ્બર 2025 ની મધ્ય રાત્રીથી તા. 1 જાન્યુઆરી 2026 થી ભાડામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકલ બસમાં 9 કિલોમીટર સુધી મુસાફરોને કોઈ ભાડા વધારો લાગુ પડશે નહી. તેમજ 10 થી 60 કિમીમાં રૂા.1 નો વધારો કરવામાં આવ્યો છે.

માર્ચ 2025 માં 10 ટકાનો વધારો કરાયો હતો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા માર્ચ 2025 માં એસટીના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ તા. 31.12.2025 ના રોજ ફરી એસટીના ભાડામાં 3 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભાગેડુ લગ્ન નોંધણી મુદ્દે જીતુ વાઘાણીનું મોટું નિવેદન, કહ્યું 'ટૂંક સમયમાં સરકાર...'

10 વર્ષ બાદ ભાડામાં વધારો કર્યો હતો

વર્ષ 2014 બાદ 2023 માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023 ના રોજ ભાડામાં 25 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા ભાડામાં 48 કિમી સુધી એક રૂપિયાથી લઈ 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ST fare hike Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ