ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'છોકરીઓ મારી નબળાઈ...' 500થી વધુ મહિલાઓ સાથે ઊંઘી ચુક્યો છે આ ક્રિકેટર, આત્મકથામાં કર્યો ખુલાસો

સ્પોર્ટ્સ / 'છોકરીઓ મારી નબળાઈ...' 500થી વધુ મહિલાઓ સાથે ઊંઘી ચુક્યો છે આ ક્રિકેટર, આત્મકથામાં કર્યો ખુલાસો

Published By: Vidhata Gothi

Last Updated: 12:45 PM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tino Best: વેસ્ટ ઇન્ડીઝના એક ક્રિકેટરે પોતાના અંગત જીવન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેને પોતાની બાયોગ્રાફીમાં જે વાતો જણાવી છે, તેને જાણીને બધા જ ચોંકી ગયા છે.

ADVERTISEMENT

West Indies Cricketer Tino Best: વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર ટીનો બેસ્ટે એક મોટો ખુલાસો કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેણે પોતાની બાયોગ્રાફીમાં એવા દાવાઓ કર્યા છે જેને જાણીને બધા જ ચોંકી ગયા છે. ક્રિકેટના મેદાન પર આ ખેલાડી વધારે સફળ રહ્યો નથી. તે જુદા-જુદા કારણોસર ચર્ચાઓમાં રહ્યો છે અને ફરી એકવાર આવું જ કંઇક થયું છે. ટીનો બેસ્ટે દાવો કર્યો છે કે તે 500 થી વધુ મહિલાઓ સાથે સૂઈ ચુક્યો છે.

2004માં કર્યું હતું ડેબ્યૂ

બાર્બાડોસમાં જન્મેલા ટીન બેસ્ટ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે ભવિષ્યમાં એક મોટો ક્રિકેટર બનશે. આ 5 ફૂટ 8 ઇંચના ક્રિકેટરની સરખામણી દિગ્ગજો સાથે થઈ, પરંતુ તે એટલો સફળ ન થઈ શક્યો. તેની કારકિર્દી 2003માં શરૂ થઈ હતી. ટીનો બેસ્ટે બ્રિજટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ, તેણે 2004 માં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી ODI અને 2013 માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી T20 મેચ રમી હતી.

આવું રહ્યું ટીનો બેસ્ટનું કરિયર

ટીનો બેસ્ટને વેસ્ટ ઇન્ડીઝ માટે 25 ટેસ્ટ, 26 ODI અને 6 T20 મેચ રમવાની તક મળી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 57, ODIમાં 34 અને T20માં 6 વિકેટ લીધી. તેણે ત્રણેય ફોર્મેટમાં 500 થી વધુ રન બનાવ્યા. કેરેબિયન પ્રીમિયર લીગમાં તેણે 2 ટીમો માટે 13 મેચમાં 12 વિકેટ લીધી. ટીનો બેસ્ટને IPLમાં ક્યારેય તક મળી નહીં.

Vtv App Promotion 2

પોતાને ગણાવ્યો 'બ્લેક બ્રેડ પિટ'

ટીનો બેસ્ટે પોતાની આત્મકથા 'માઇન્ડ ધ વિન્ડોઝ: માય સ્ટોરી' માં જણાવ્યું કે તે 500 થી વધુ મહિલાઓ સાથે સૂઈ ચૂક્યો છે. તેણે પોતાની બુકમાં મજાકમાં પોતાને 'બ્લેક બ્રેડ પિટ' પણ ગણાવ્યો છે. તેણે કહ્યું કે તેની આ જીવનશૈલીએ ક્યારેય મેદાન પર તેના પ્રદર્શનને અસર કરી નથી. તેના અંગત જીવન ઉપરાંત, તે ક્રિકેટ માટે ખૂબ જ મહેનત કરતો હતો.

આ પણ વાંચો: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી આગળ નીકળી ગયો વિરાટ કોહલી, બની ગયો સૌથી પોપ્યુલર ખેલાડી

'મને છોકરીઓ ખૂબ ગમે છે'

ટીનો બેસ્ટે પોતાની આત્મકથામાં લખ્યું કે, "છોકરીઓ મારી નબળાઈ રહી છે. મને છોકરીઓ ખૂબ ગમે છે. મને લાગે છે કે હું દુનિયાનો સૌથી સુંદર ટાલવાળો પુરુષ છું અને હું બ્લેક બ્રેડ પિટ છું. હું જ્યાં પણ ક્રિકેટ રમવા જતો, ત્યાં મેં છોકરીઓ સાથે વાત કરી અને તેમને ડેટ કરી. આ પછી, વાત સાથે ઊંઘવા સુધી પહોંચી જતી હતી. હું દુનિયાભરમાં લગભગ 500 થી 650 છોકરીઓ સાથે સૂઈ ચુક્યો છું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

West Indies Cricketer Tino Best Tino Best Cricket

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ