ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી આગળ નીકળી ગયો વિરાટ કોહલી, બની ગયો સૌથી પોપ્યુલર ખેલાડી

સ્પોર્ટ્સ / ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી આગળ નીકળી ગયો વિરાટ કોહલી, બની ગયો સૌથી પોપ્યુલર ખેલાડી

Last Updated: 11:53 AM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli: ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ફૂટબોલના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને કેનેડિયન સિંગર જસ્ટિન બીબરને એક બાબતમાં ખૂબ પાછળ છોડી દીધા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યારે ગ્લોબલ સુપરસ્ટાર બની ગયા છે.

ADVERTISEMENT

Virat Kohli Instagram Likes: ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને ફૂટબોલના મહાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ હાલના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. બંને હાલમાં પોતાની રમતથી દુનિયા પર રાજ કરી રહ્યા છે. આ ઉપરાંત, બંને આ સમયે સોશિયલ મીડિયા પર પણ સૌથી આગળ છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સની દ્રષ્ટિએ, વિરાટ કોહલીએ રોનાલ્ડોને પાછળ છોડી દીધો છે.

2024 થી, વિરાટ કોહલીની ત્રણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ 20 મિલિયન લાઇક્સનો આંકડો પાર કરી ચૂકી છે. આમાંની પહેલી તસવીર તાજેતરની છે. જ્યારે RCB એ 18 વર્ષ પછી પહેલું IPL ટાઇટલ જીત્યું. કોહલીએ તેને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી છે. જેને 20 મિલિયનથી વધુ લોકો લાઇક કરી ચુક્યા છે.

આ સિવાય વિરાટ કોહલીએ 1 મેના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની પત્ની અનુષ્કા શર્મા સાથે લેવાયેલી એક તસવીર પોસ્ટ કરી હતી, જેને 20 મિલિયનથી વધુ લોકોએ લાઇક કરી હતી. જ્યારે વિરાટે T20 વર્લ્ડ કપમાં ટાઇટલ જીત્યા પછી એક તસવીર પોસ્ટ કરી હતી, જેને 22 મિલિયન લોકોએ લાઇક કરી હતી.

Vtv App Promotion 2

ફૂટબોલના દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની બે તસવીરો 20 મિલિયનથી વધુ લોકોએ લાઇક કરી છે. આ તસવીરોમાંની એક તસવીર તે સમયની છે જ્યારે તે તેના એક આઇસ પૂલમાં ડૂબકી લગાવતો જોવા મળે છે. આ દરમિયાન, પોર્ટુગલના કેપ્ટને આઇસ ચેલેન્જ લીધી હતી. જ્યારે બીજી પોસ્ટ, જે 20 મિલિયનનો આંકડો પાર કરી ગઈ છે, તેમાં તે તેના પુત્ર સાથે દેખાય છે. આ તસવીર ફેબ્રુઆરી 2024 ની છે.

આ પણ વાંચો: Video: ઇંગ્લેન્ડ સીરીઝ પહેલા રિષભ પંતે ફટકારી એવી સિક્સર, કે તૂટી ગઈ ગ્રાઉન્ડની છત

આ ઉપરાંત, કેનેડિયન સિંગર જસ્ટિન બીબરની એક પોસ્ટને 20 મિલિયનથી વધુ લોકોએ પસંદ કરી છે. આ તસવીરમાં, તેને એક બાળકને પોતાના ખભા પર બેસાડ્યો છે. તેને 24 મિલિયનથી વધુ લોકોએ લાઈક કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cristiano Ronaldo Virat Kohli Virat Kohli Instagram
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ