ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Video: ઇંગ્લેન્ડ સીરીઝ પહેલા રિષભ પંતે ફટકારી એવી સિક્સર, કે તૂટી ગઈ ગ્રાઉન્ડની છત

IND vs ENG / Video: ઇંગ્લેન્ડ સીરીઝ પહેલા રિષભ પંતે ફટકારી એવી સિક્સર, કે તૂટી ગઈ ગ્રાઉન્ડની છત

Published By: Vidhata Gothi

Last Updated: 10:58 AM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rishabh Pant Video: ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ પહોંચીને ટેસ્ટ સીરીઝ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે રિષભ પંતે પ્રેક્ટિસ સેશનમાં એવી ધમાકેદાર સિક્સ ફટકારી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

IND vs ENG: હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમ ઇન્ડિયા 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. આ સીરીઝ પહેલા, ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ પહોંચીને પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, વાઇસ-કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે પ્રેક્ટિસ સેશનમાં એવી ધમાકેદાર સિક્સ ફટકારી કે કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડની છત તૂટી ગઈ.

આ ઘટના ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન બની. ભારતીય ટીમે પહેલા લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરી અને પછી કેન્ટ ગ્રાઉન્ડ પર પણ તેની તૈયારીઓને આગળ ધપાવી. પંતે ઓફ-સ્પિનર ​​વોશિંગ્ટન સુંદરના બોલ પર જોરદાર સ્લોગ સ્વીપ માર્યો, જેના કારણે બોલ સીધો સ્ટેન્ડની છત પર પડ્યો.

નોંધનીય છે કે IPL 2025 માં રિષભ પંતનું પ્રદર્શન ખાસ નહોતું. લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતા, તેણે 13 ઇનિંગ્સમાં 269 રન બનાવ્યા. જોકે, RCB સામેની છેલ્લી લીગ મેચમાં, તેણે 118 રન બનાવ્યા અને ફોર્મમાં પાછા ફરવાના સંકેતો આપ્યા.

27 વર્ષીય પંતનો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે 9 ટેસ્ટમાં બે સદી સહિત 556 રન બનાવ્યા છે. કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પછી, ભારતીય ટીમ એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહી છે, જ્યાં પંત જેવા આક્રમક બેટ્સમેનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.

શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પહોંચી છે. લોર્ડ્સમાં પ્રારંભિક પ્રેક્ટિસ પછી, ટીમે કેન્ટ ગ્રાઉન્ડ પર પણ તૈયારી કરી. 13 જૂનથી અહીં ઇન્ડિયા-એ સામે ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ રમાશે.

vtv app promotion

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઇસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

આ પણ વાંચો: નાની ઉંમરે ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા 5 ખેલાડી, જેમાંથી એક તો વર્લ્ડ કપ વિજેતા પ્લેયર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝનું આખું શેડ્યુલ

  • પહેલી ટેસ્ટ: 20-24 જૂન, 2025- હેડિંગ્લે, લીડ્સ
  • બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025- એજબેસ્ટન, બર્મિંગહામ
  • ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025- લોર્ડ્સ, લંડન
  • ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025- ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
  • 5મી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025- ધ ઓવલ, લંડન

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs ENG Test Series 2025 Rishabh Pant Video IND vs ENG

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ