બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / દોઢ વર્ષમાં આટલી બદલાઈ ટીમ ઈન્ડિયા, આ 7 વર્લ્ડ કપ ચેમ્પિયન બહાર, નવા પ્લેયર્સને મળશે તક
Last Updated: 09:24 AM, 21 December 2025
T20 World Cup 2025 Squad: T20 World Cup 2026 માં હવે માત્ર દોઢ મહિનાની જ વાર છે. આ વખતે આ ટુર્નામેંટ ભારત અને શ્રીલંકામાં રમાવાની છે અને જેમાં ઇંડિયન ક્રિકેટ ટીમ હોમ ગ્રાઉન્ડ પર જ વર્લ્ડ ચેમ્પિયનના રૂપમાં ઉતરીને તેમની આ ચેમ્પિયનશીપ બચવવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા આ વખતે પણ ટાઇટલ જીતશે એવું એટલ મ આયાતે લાગી રહ્યું છે કારણ કે T20 માં સૌથી પહેલું નામ ઈન્ડિયાની ટીમનું જ આવ્યું હતું. પરંતુ આ વખતે જે ટીમ ટ્રોફીને બચાવવા માટે મેદાનમાં ઉતરશે એ લાસ્ટ ટીમ કરતાં ઘણી અલગ છે કારણ કે તેમાં 7 મોટા ફેરફાર થઈ ગયા છે.
ADVERTISEMENT
ગઇકાલે શનિવારને 20 ડિસેમ્બરના રોજ BCCI ના હેડક્વાર્ટરમાં વર્કડ કપ માટે 15 સભ્યોની સ્કવોડની જાહેરાત કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવની આગેનવાનીમાં ભારતની ટીમ તેની ટ્રોફી જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. આ ટીમમાં કેપ્ટન સૂર્યકુમાર સહિત ઘણા પ્લેયર્સ એવા છે કે જેમને કપ જીતવાનો અનુભવ છે તેઓ વર્ષ 2024 માં વિનર ટીમનો ભાગ પણ હતા. તો બીજી તરફ અભિષેક વર્મા અને તિલક વર્મા સહિત ઘણા પ્લેયર્સ એવા પણ છે જે પહેલીવાર વર્લ્ડ કપ રમશે.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
— BCCI (@BCCI) December 20, 2025
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
ADVERTISEMENT
જો બંને સ્કવોડની સરખામણી કરવામાં આવે તો 7 પ્લેયર્સ એવા છે જે T20 World Cup 2024 માં ભારતની ટીમનો ભાગ હતા અને આ વખતે વર્લ્ડ કપ નહીં રમે. આમાં સૌથી મોટું નામ એક્સ કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર પ્લેયર્સ વિરાટ કોહલીનું છે. આ બંને પ્લેયર્સ ચેલો વર્લ્ડ કપ જીત્યા પછીથી આ ફોર્મેટમાંથી સન્યાસ લઈ ચૂક્યા છે તો આ બનેની સાથે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એ પણ સન્યાસની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત એવા 4 પ્લેયર્સ પણ છે કે જેમને આ વખતે ડ્રોપ કરવામાં આવ્યા છે. તે વખતે પણ મુખ્ય સિલેક્ટર આજીત અગરકર હતા અને આ વખતે પણ તે જ છે. આગરકરે આ વખતે રિષભ પાંત, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ અને યુઝવેન્દ્ર ચહલને ડ્રોપ કરી દીધા છે. જો કે આ ચર્મથી માત્ર જયસ્વાલક ટીમમાં દાવેદારી માટે લાયક હતો પણ તેને પણ ચાંસ આપવામાં આવ્યો નથી.
T20 વર્લ્ડ કપ 2026 માટેની ટીમ ઈન્ડિયા જાહેર ગિલનું પત્તું કટ, તો અક્ષર પટેલને બનાવ્યો વાઇસ કેપ્ટન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 20, 2025
#T20WorldCup #T20WorldCup2026 #BCCI #SuryakumarYadav #ક્રિકેટ #Cricket #VTVDigital #aksharpatel #hardikpandya pic.twitter.com/KkPOEi3EDe
ADVERTISEMENT
તો આ વખતે સ્કવોડમાં જે 7 પ્લેયર્સને ચાંસ આપવામાં આવ્યો છે તેમણે ગયા દોઢ વર્ષમાં તેમનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આમાં ઓપનિંગમાં રોહિતની જગ્યાએ અભિષેક શર્માને આ જવાબદારી આપવામાં આવી છે. તો બીજી તરફ ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવેલા અને વર્લ્ડ કપ નહિ રમી શકેલા ઇશાન કિશનની રીએન્ટ્રી થઈ છે. જો કે ઇશાન 2021ની T20 વર્લ્ડ કપનો પણ ભાગ હતો. તો લાસ્ટ વર્લ્ડ કપમાં રિઝર્વ પ્લેયર માંથી રીન્કુ સિંહની મેઇન સ્કવોડમાં એન્ટ્રી થઈ છે. આ ઉપરાંત સ્પિનર વરુણ ચક્રવર્તી, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, ટોપ ઓર્ડર બેટર તિલક વર્મા અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાની સ્કવોડમાં એન્ટ્રી થઈ છે. આ બધામાં અભિષેક, તિલક, હર્ષિત, સુંદર, વરુણ અને રીન્કુ પહેલી વાર T20 વર્લ્ડ કપમાં રમશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ,હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.