બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપની ફાઈનલમાં ભારત-પાક વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી મેચ

ક્રિકેટ / એશિયા કપની ફાઈનલમાં ભારત-પાક વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી મેચ

Nirav Kumar

Last Updated: 01:46 AM, 21 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડર 19 એશિયા કપનું ટાઇટલ જીતવા ભારત અને પાકિસ્તાન આજે એટલે કે, 21 ડિસેમ્બર 2025ના રોજ મેદાનમાં ઉતરશે. આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમ જોરદાર લયમાં જોવા મળી રહી છે. આથી ભારતની ટીમ હોટ ફેવરિટ પણ મનાઈ રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે, 21 ડિસેમ્બર 2025ના રોજ અંડર 19 એશિયા કપની ફાઇનલ મેચ રમાશે. આ હાઇ વોલ્ટેજ મુકાબલાને લઇ બંને ટીમ તૈયાર છે. જેમાં ભારતની ટીમ આઠમી વખત આ ટાઇટલ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે. જેમાં ભારતની ટીમ હોટ ફેવરિટ રહશે.

ભારત આ ટુર્નામેન્ટમાં પોતાની બધી ગ્રુપ A મેચ જીત્યું છે. એક અઠવાડિયા પહેલા ભારતે પાકિસ્તાનને 90 રનથી હરાવ્યું હતું. તો ગત શુક્રવારે ભારતે સેમિફાઇનલમાં શ્રીલંકાને એકદમ ઈઝીલી હરાવ્યું હતું. એવામાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

આ ટુર્નામેન્ટમાં ભારતીય બેટિંગ લાઈનઅપ જોરદાર લયમાં છે. કેમ કે, ભારતે મલેશિયા અને યુએઈ સામે એમ બે વખત 400થી વધુ રન કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં વૈભવ સૂર્યવંશી અને અભિજ્ઞાન કુંડુ શાનદાર ફોર્મમાં છે. તો મિડલ ઓર્ડરના એરોન જ્યોર્જની અને લોઅર ઓર્ડરના કનિષ્ક ચૌહાણ પણ ફોર્મમાં છે.

પરંતુ આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને અંડરમાઇન કરવું પણ ભૂલ ભરેલું સાબિત થઇ શકે છે. કેમ કે, તેમનું પેસ એટેક ખુબ ખતરનાક છે અને સમીર મિન્હાસ શાનદાર ફોર્મમાં છે. પરંતુ પાકિસ્તાન માટે તેમની બેટિંગ લાઈનઅપ ચિંતાનો વિષય છે.

vtv app promotion

ઉલ્લેખનીય છે કે, આ અંડર 19 એશિયા કપની ફાઇનલ આજે એટલે કે, મેચ 21 ડિસેમ્બર 2025ના રવિવારે ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગે શરૂ થશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Sony Sports Ten 1 SD & HD, Sony Sports Ten 3 SD & HD (હિન્દી), Sony Sports Ten 4 SD (તમિલ અને તેલુગુ) પર અને Sony LIV એપ પર થશે.

  • India U19 ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
    આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, એરોન જ્યોર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ, હેનિલ પટેલ.

વધુ વાંચો : T20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, 2 વર્ષ બાદ લેવાયો

  • Pakistan U19 ની સંભવિત પ્લેઈંગ ઇલેવન
    ઉસ્માન ખાન, સમીર મિન્હાસ, શાહઝેબ ખાન--I, સાદ બેગ (વિકેટકીપર), ફરહાન યુસુફ (કેપ્ટન), ફહમ ઉલ હક, મોહમ્મદ રિયાઝુલ્લાહ, મોહમ્મદ તૈયબ આરીફ, હારૂન અરશદ, અલી રઝા, અબ્દુલ સુભાન.


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs PAK Under19 Asia Cup Asia Cup Final
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ