ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ''સદી માટે સ્વાર્થી બનવું...'', સંજુ સેમસનએ આ શું કહી દીધું? ફેન્સ પણ ચોંક્યા

સ્પોર્ટ્સ / ''સદી માટે સ્વાર્થી બનવું...'', સંજુ સેમસનએ આ શું કહી દીધું? ફેન્સ પણ ચોંક્યા

Published By: Priyankka Triveddi

Last Updated: 12:25 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sanju Samson IPL: સંજુ સેમસને DCની સામે નોટ આઉટ 87 રનની મેચ રમી અને CSK ની જીત પછી સંજુ સેમસને એવું નિવેદન આપ્યું કે જેણે લોકોના દિલ જીતી લીધા.

ADVERTISEMENT

Sanju Samson Statement: IPL 2026માં સંજુ સેમસન પોતાની બેટિંગથી ધૂમ મચાવી રહ્યો છે અને ચાહકોનું દિલ જીતી રહ્યો છે. CSK સાથે જોડાયા બાદ તેની બેટિંગમાં વધુ ફોર્મ જોવા મળી રહ્યું છે. આ સીઝનમાં તેણે પહેલાથી જ બે સદી ફટકારી છે અને હવે ત્રીજી સદીની નજીક પહોંચીને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેના સતત સારા પરફોર્મન્સે ટીમને મજબૂતી આપી છે અને પ્લેઓફની રેસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

દિલ્હી સામેની મેચમાં જીતનો હીરો

દિલ્હી (Delhi Capitals) સામેની મેચમાં ચેન્નાઈને 156 રનનો લક્ષ્ય મળ્યો હતો. જે પીચની સ્થિતિને ધ્યાનમાં લેતા સહેલું નહોતું. શરૂઆતમાં જ ટીમને ઝટકો લાગ્યો જ્યારે ઋતુરાજ ગાયકવાડ માત્ર 6 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ સંજુ સેમસન ધીરજપૂર્વક રમ્યો અને પરિસ્થિતિને સમજતા ધીમે ધીમે પોતાની ગતિ વધારી. ઉર્વિલ પટેલે ઝડપી 17 રન બનાવ્યા પરંતુ તે પણ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. અંતે કાર્તિક શર્મા (41* અણનમ) સાથે સંજુએ મહત્વપૂર્ણ ભાગીદારી બનાવી અને ટીમને જીત અપાવી.

સદી ચૂકી, પણ ટીમને પ્રાથમિકતા

સંજુ સેમસન માત્ર 13 રનથી સદીથી દૂર રહી ગયો. પરંતુ તેણે ટીમના હિતને વધુ મહત્વ આપ્યું. તેણે 52 બોલમાં અણનમ 87 રનની શાનદાર ઇનિંગ રમી. જેમાં 6 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. મેચ પછી તેણે નિવેદન આપ્યું કે " જો સદી ફટકારવી હોત તો સવારથી બન્યું પડ્યું હોત" પરંતુ તેણે ટીમની જીતને પ્રથમ સ્થાન આપ્યું. જે તેની નેતૃત્વ ક્ષમતા અને મેચ સમજણ દર્શાવે છે. આ ઇનિંગ માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ પણ મળ્યો.

પિચ મુજબ પ્લાનિંગ જરૂરી

સંજુએ પોતાની ઇનિંગ વિશે વાત કરતાં જણાવ્યું કે તે પોતાની શરૂઆત પર ખાસ કામ કરી રહ્યો છે અને તે પરિણામ આપી રહ્યું છે. તેણે સમજાવ્યું કે પિચ બેટિંગ માટે મુશ્કેલ હતી. તેથી શરૂઆતમાં સંભાળીને રમવું જરૂરી હતું. ટીમની યોજના એવી હતી કે પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વગર લગભગ 35 રન બનાવવામાં આવે. જેથી મધ્ય ઓવરોમાં દબાણ ઓછું રહે. આ વ્યૂહરચનાએ ટીમને જીત તરફ દોરી ગઈ. સંજુએ વધુમાં કહ્યું કે અણનમ રહીને ટીમને જીત અપાવવાનો આનંદ કોઈ પણ વ્યક્તિગત સિદ્ધિ કરતા મોટો હોય છે.

આ પણ વાંચો: 50 કરોડમાં રોહિત શર્મા સાથે ડીલ...! રિષભ પંતની છુટ્ટી? એક ફોટોએ મચાવ્યો ભૂચાલ

પોઈન્ટ ટેબલમાં CSKની સ્થિતિ

ચેન્નાઈ સુપર કિંગ્સ હાલ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને ટીમે 10માંથી 5 મેચ જીતી છે. છેલ્લી પાંચ મેચોમાંથી ત્રણમાં જીત મેળવીને ટીમે ફરી લય પકડી છે. હાલમાં ટીમના 10 પોઈન્ટ છે અને નેટ રન રેટ +0.151 છે. સંજુ સેમસનની સતત સારી પરફોર્મન્સ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે અને આવનારા મેચોમાં પણ તેની ભૂમિકા નિર્ધારક બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DC Vs CSK CHENNAI SUPER KINGS Sanju Samson IPL

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ