ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / લાઈવ મેચમાં બેકગ્રાઉન્ડમાં સર્જાયો ‘ફાઈટ સીન’! લખનૌ સ્ટેડિયમનો વાયરલ વીડિયો

VIDEO / લાઈવ મેચમાં બેકગ્રાઉન્ડમાં સર્જાયો ‘ફાઈટ સીન’! લખનૌ સ્ટેડિયમનો વાયરલ વીડિયો

Published By: Priyankka Triveddi

Last Updated: 09:33 AM, 2 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ભારે માથાકૂટ થઈ હતી. મેદાનમાં થયેલી મારામારીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે ત્યારે જાણો કે શું છે આ સમગ્ર મામલો..,

ADVERTISEMENT

LSG vs DC Viral Video: ક્યારેક મેદાન પર ચાલી રહેલી મેચની ગરમાગરમી સ્ટેડિયમમાં બેઠેલા ચાહકોમાં પણ દેખાઈ આવે છે અને લખનૌ સુપર જાયન્ટ્સ તથા દિલ્હી કેપિટલ્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન આવું જ દૃશ્ય સામે આવ્યું હતું. લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર બે દર્શકો વચ્ચે એવી ઉગ્ર અથડામણ થઈ કે મુક્કાઓ જોરશોરથી વરસતા જોવા મળ્યા. આ દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ બોલીવુડ ફિલ્મની ફાઇટ સીન ચાલી રહ્યો હોય. જોકે ફિલ્મોમાં આવા ઝઘડા માત્ર નાટકીય હોય છે. પરંતુ અહીં બનેલી ઘટના સંપૂર્ણ વાસ્તવિક હતી અને હાજર દર્શકો માટે ચોંકાવનારી બની રહી.

LSG vs DCની મેચ દરમિયાન જબરદસ્ત ફાઇટ

લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમિયાન થયેલી ઉગ્ર બોલાચાલીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે યુવાનો વચ્ચે ભારે ઝઘડો જોવા મળે છે. જેમાં એક યુવાન સતત મુક્કાઓ વરસાવતો નજરે પડે છે અને સામેના વ્યક્તિને જમીન પર પછાડી દે છે. ઘટના એટલી ઉગ્ર બની ગઈ હતી બંને અટકવાનું નામ જ લઈ રહ્યા નહોતા. પરંતુ યોગ્ય સમયે પહોંચેલી પોલીસે હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

IPL 2026 માં અત્યાર સુધીની લો સ્કોરિંગ મેચ

લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આ મેચ IPL 2026 ની શરૂઆતની પાંચ મેચોમાં સૌથી ઓછી સ્કોરવાળી મેચ તરીકે સામે આવી હતી. ટોસનો ટ્રેન્ડ અહીં પણ યથાવત રહ્યો. કારણ કે ટોસ જીતનાર ટીમ ફરી એકવાર વિજયી બની. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને લખનૌને પ્રથમ બેટિંગ આપી પરંતુ પોતાના ઘરઆંગણે પ્રથમ મેચ રમી રહેલી લખનૌની ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નહીં અને પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. ટીમ માત્ર 18.4 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ જેના કારણે મેચમાં નીચા સ્કોરનો રોમાંચ જોવા મળ્યો.

આ પણ વાંચો: સમીર રિઝવીએ હારેલી મેચ જીતાડી, લો સ્કોરિંગ મેચમાં દિલ્લીએ લખનૌને હરાવ્યું

દિલ્હીએ લખનૌને 6 વિકેટે હરાવી

142 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. કારણ કે ટીમે માત્ર 26 રનમાં પોતાની ટોચની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે જવાબદારી સંભાળી ટીમને સંકટમાંથી બહાર કાઢી. બંને બેટ્સમેનોએ શાનદાર ભાગીદારી કરી LSGના બોલરોને વિકેટ માટે તરસાવી દીધા અને અંત સુધી અણનમ રહી ટીમને જીત સુધી પહોંચાડી. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમનાર સમીર રિઝવીએ 47 બોલમાં અણનમ 70 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે ૩૨ બોલમાં અણનમ ૩૯ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમના આ પ્રદર્શનના આધારે દિલ્હી કેપિટલ્સે 6 વિકેટથી શાનદાર જીત મેળવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral Fight Video Cricket Stadium Fight LSG vs DC

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ