બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / સમીર રિઝવીએ હારેલી મેચ જીતાડી, લો સ્કોરિંગ મેચમાં દિલ્લીએ લખનૌને હરાવ્યું

LSG vs DC / સમીર રિઝવીએ હારેલી મેચ જીતાડી, લો સ્કોરિંગ મેચમાં દિલ્લીએ લખનૌને હરાવ્યું

Nirav Kumar

Last Updated: 11:38 PM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની લો સ્કોરિંગ મેચમાં દિલ્હી કેપિટલ્સની જીત થઇ છે. જેમાં એક સમયે દિલ્હી હારી જાય તેવુ લાગતું હતુ પરંતુ સમીર રિઝવીએ 70 રનની શાનદાર અણનમ ઇનિંગ રમીને જીત અપાવી હતી.

IPL 2026 ની પાંચમી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું છે. લખનૌના એટલ બિહારી વાજપાઇ એકાના સ્ટેડિયમમાં ફર્સ્ટ ઇનિંગમાં દિલ્હીએ 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે દિલ્હીએ 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી દીધો હતો. દિલ્હીની જીતનો હીરો સમીર રિઝવી રહ્યો હતો, જેને 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

  • LSG 141 રનમાં ઓલઆઉટ

આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. જેમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌને ખરાબ શરૂઆતનો સામનો કરવો પડ્યો હતો. જેમાં કેપ્ટન ઋષભ પંત ટીમના 19 રનમાં આઉટ થઇ ગયો હતો. જેમાં પંત માત્ર 7 રન બનાવીને રન આઉટ થયો હતો. મિશેલ માર્શ સિવાય ટોપ ઓર્ડરમાં બીજા કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતો. જેમાં અડધી ટીમ 71 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. માર્શે 28 બોલમાં 35 રન બનાવ્યા હતા. જ્યારે અબ્દુલ સમદે 25 બોલમાં 36 રન માર્યા હતા.

આ દરમિયાન એડન માર્કરામ 11, આયુષ બદોની 0 અને નિકોલસ પૂરન 8  રનમાં  આઉટ થયા હતા. જેમાં 6 પ્લેયર્સ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહતા. લખનૌ 18.4 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દિલ્હી તરફથી લુંગી ન્ગીડી અને ટી નટરાજને શાનદાર બોલિંગ કરી હતી, જેઓએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે બે વિકેટ લીધી અને કેપ્ટન અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.

  • સમીર રિઝવીની મેચ વિનિંગ ઇનિંગ

ટાર્ગેટ ચેઝ કરતા, દિલ્હી કેપિટલ્સની શરૂઆત કમજોર રહી હતી. જેમાં પહેલા જ બોલમાં કેએલ રાહુલ આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ નીતિશ રાણા 15 રન બનાવીને અને પથુમ નિશંકાએ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન અક્ષર પટેલ પણ 0 પર આઉટ થયો હતો. આમ દિલ્હીએ માત્ર 26 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને પ્રેશરમાં આવી ગયું હતું. પરંતુ સમીર રિઝવીએ ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે મળીને મેચને સ્ટેબલ બનાવી હતી અને ટીમને વિજય અપાવ્યો. જેમાં રિઝવીએ 47 બોલમાં અણનમ 70 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.

vtv app promotion

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસીન ખાન, મોહમ્મદ શમી, એનરિચ નોર્ટજે અને પ્રિન્સ યાદવ.

વધુ વાંચો : પંજાબ કિંગ્સની ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક જીત, કૂપર કોનોલીની ફાઈટર ઇનિંગ

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપ્રજ નિગમ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન અને મુકેશ કુમાર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Delhi Capitals Low Scoring Match
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ