ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / IPL 2026: શું ઋષભ પંત છોડશે LSG ટીમ? પંત મુદ્દે LSG માલિકનું મોટું નિવેદન

સ્પોર્ટ્સ / IPL 2026: શું ઋષભ પંત છોડશે LSG ટીમ? પંત મુદ્દે LSG માલિકનું મોટું નિવેદન

Published By: Priyankka Triveddi

Last Updated: 08:04 PM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ટીમ મેનેજમેન્ટ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. ખાસ કરીને કેપ્ટન ઋષભ પંતને લઈને ચાલી રહેલી અટકળો પર માલિક સંજીવ ગોયેન્કાએ સ્પષ્ટતા કરી છે.

ADVERTISEMENT

Rishabh Pant LSG IPL 2026: લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયેન્કાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઋષભ પંત ટીમ છોડવાના નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને નકારી કાઢતા તેમણે કહ્યું કે આ બધું માત્ર અટકળો છે અને તેનો કોઈ આધાર નથી. ગોયેન્કાએ હસીને કહ્યું કે તેઓ આ પ્રકારની ચર્ચાઓને ગંભીરતાથી લેતા નથી અને માત્ર હસીને ટાળી દે છે. તેમણે ઉમેર્યું કે IPL દરમિયાન તેઓ ઘણીવાર “પંચિંગ બેગ” બની જાય છે, કારણ કે લોકો સતત ટીમ અને ખેલાડીઓ અંગે અનુમાન લગાવતા રહે છે.

IPL 2025માં નિરાશાજનક પ્રદર્શન

લાસ્ટ સીઝનમાં ઋષભ પંતનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. IPL 2025માં તેણે 14 મેચોમાં માત્ર 269 રન બનાવ્યા હતા. જે 2017 પછીનું તેમનું સૌથી નબળું પ્રદર્શન ગણાય છે. તેમની કેપ્ટનશીપ પણ સવાલો હેઠળ આવી હતી. કારણ કે લખનૌ સુપર જાયન્ટ્સ 10 ટીમોમાંથી 7મા સ્થાને રહી હતી. ટીમને ખાસ કરીને ફાસ્ટ બોલિંગ યુનિટમાં થયેલી ઇજાઓના કારણે મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. ગોયેન્કાએ પંતનો બચાવ કરતા કહ્યું કે યોગ્ય બોલિંગ સંસાધનો વગર કોઈ પણ કેપ્ટન માટે જીતવું મુશ્કેલ બની જાય છે.

27 કરોડનું દબાણ અને ટીમની ભૂલ

ઋષભ પંતને IPL 2025 પહેલા 27 કરોડની રકમમાં ખરીદવામાં આવ્યા હતા. જે તેને લીગનો સૌથી મોંઘો ખેલાડી બનાવે છે. આ ભારે કિંમતના દબાણ સાથે ટીમના અસંતુલનને કારણે તેના પ્રદર્શન પર અસર પડી હતી. ગોયેન્કાએ સ્વીકાર્યું કે ટીમ મેનેજમેન્ટ દ્વારા હરાજી અને ટીમ બનાવવામાં કેટલીક ભૂલો થઈ હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે ટીમ ટ્રોફી જીતવા માટે પૂરતી મજબૂત નહોતી. પરંતુ આ સીઝનમાં તે ખામીઓને દૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો: 'લંડન જવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ જોઇએ?' કોહલીએ અફવાઓ પર લગાવી બ્રેક, આપ્યો આવો જવાબ

vtv app promotion

IPL 2026 માટે મજબૂત તૈયારી

લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2026 માટે વધુ સંતુલિત અને મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ટીમમાં મયંક યાદવ ફરીથી ફિટનેસ તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે મોહસીન ખાન અને આવેશ ખાન પણ ઉપલબ્ધ છે. ઉપરાંત, ટીમે એનરિચ નોર્ટજેને ₹2 કરોડમાં અને જોશ ઇંગ્લિસને 8 કરોડમાં ટીમમાં સામેલ કર્યા છે. ગોયેન્કાએ આ ખરીદીઓને સંતુલિત નિર્ણય ગણાવી છે. હવે ટીમ IPL 2026માં સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે અને 1 એપ્રિલે Delhi Capitals સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચ રમશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant LSG Lucknow Super Giants captain IPL 2026 news

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ