ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શું LSGની કેપ્ટનશીપથી પંતની છુટ્ટી થઇ જશે? પૂર્વ ઓપનરે આપ્યું કેપ્ટનનું નામ

ક્રિકેટ / શું LSGની કેપ્ટનશીપથી પંતની છુટ્ટી થઇ જશે? પૂર્વ ઓપનરે આપ્યું કેપ્ટનનું નામ

Published By: Priyankka Triveddi

Last Updated: 07:59 PM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026ના પોઈન્ટસ ટેબલ પર સૌથી નીચે બેઠેલી ટીમ LSG એ તેની 8 માંથી 6 મેચ ગુમાવી દીધી છે અને હવે લગભગ LSG ટુર્નામેંટ માંથી બહાર ફેંકાઇ ગઈ છે. ત્યારે સ્વાભાવિક રીતે જ ટીમે આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે IPL કોચે કેપ્ટનને લઈને એક મોટી વાત કહી છે.

ADVERTISEMENT

LSG Rishabh Pant: IPL 2026 ની અડધી સિઝન પૂરી થઈ છે અને પોતાના પરફોર્મન્સને લઈને LSG હાલ પોઈન્ટસ ટેબલ પર સૌથી નીચે છે. એટલે સુધી કે હવે તે લગભગ બહાર ફેંકાઇ જવાની કગાર પર આવીને ઊભી છે. હાલ ટીમને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભૂતપૂર્વ IPL કોચ વસીમ જાફરે ટીમની કેપ્ટન્સીને એક મોટા ફેરફાર અંગે વાત કરી છે. એમનું માનવું છે કે સાઉથ આફ્રિકાના એડન માર્કરમને કેપ્ટન બનાવવા જોઈએ જેથી પંત કેપ્ટનના દબાવમાંથી મુક્ત થઈને તેની ગેમ પર ધ્યાન રાખી શકે.

LSGની ખરાબ સ્થિતિ વચ્ચે કેપ્ટનશીપ પર પ્રશ્નો

લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants LSG) હાલમાં ઇંડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) 2026માં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. દરેક ટીમ હારનો સામનો કરે છે પરંતુ જ્યારે ટીમ સતત હારનો સમયનો કરે ત્યારે તેના મૂળમાં પોતાની ભૂલો જ મુખ્ય કારણ બને ત્યારે ચિંતા વધે છે. LSGની હાલની સ્થિતિ એવી જ છે જ્યાં ટીમ ફક્ત વિરોધીઓ સામે નહીં પરંતુ પોતાની ભૂલો સામે જ હારી રહી છે. ટીમના પ્રદર્શનને જોતા એવું લાગે છે કે તેઓ પોતે જ પોતાની મેચો ગુમાવી રહ્યા છે. જેનાથી ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંનેમાં નિરાશા ફેલાઈ છે.

ઋષભ પંતની આગેવાની હેઠળ ટીમનું પ્રદર્શન નબળું

ઋષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશીપ હેઠળ LSGનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું છે. ટીમ હાલમાં પોઈન્ટ ટેબલના તળિયે છે અને અત્યાર સુધી રમેલી 8 મેચોમાંથી 6માં હાર ભોગવી છે. મેચ દરમિયાન ડગઆઉટમાં પણ મૂંઝવણ સ્પષ્ટ જોવા મળે છે. દરેક બોલ સાથે યોજનાઓ બદલાતી હોય છે અને ખેલાડીઓની ભૂમિકાઓ સ્થિર નથી રહેતી. આ અનિશ્ચિતતા અને દબાણના કારણે નિર્ણયો ખોટા સાબિત થઈ રહ્યા છે. જે ટીમના સતત ખરાબ પ્રદર્શનનું મુખ્ય કારણ બની રહ્યા છે.

વસીમ જાફરની કેપ્ટન બદલવા માટે સલાહ

ભૂતપૂર્વ IPL કોચ વસીમ જાફર (Wasim Jaffer)એ ખુલ્લેઆમ કેપ્ટનશીપમાં ફેરફાર કરવાની વાત કરી છે. તેમના મતે પંત પર કેપ્ટનશીપનો બોજ તેની બેટિંગને અસર કરી રહ્યો છે. તેમણે યાદ અપાવ્યું કે IPL 2025માં પણ પંતનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને આ સિઝનમાં પણ તે અપેક્ષાઓ મુજબ રમી શક્યો નથી. જાફરે સૂચન કર્યું કે એડન માર્કરમ ( Aiden Markram) ને કેપ્ટન બનાવવો જોઈએ. જેથી પંત દબાણમુક્ત થઈ પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

મેચમાં ખોટા નિર્ણયો ટીમ માટે ભારે પડી રહ્યા છે

આ સિઝનમાં LSGના ઘણા નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા છે. ખાસ કરીને KKR સામેની મેચમાં અંતિમ ઓવરમાં ખોટો બોલર પસંદ કરવાનો નિર્ણય ટીમ માટે ભારે પડ્યો હતો. સેટ બેટ્સમેન રીન્કુ સિંઘ (Rinku Singh) સામે ખોટી વ્યૂહરચનાના કારણે મેચ હાથમાંથી નીકળી ગઈ. આવી ઘટનાઓ દર્શાવે છે કે ટીમ પાસે સ્પષ્ટ યોજના અને દિશાનો અભાવ છે. આજના ઝડપી ક્રિકેટમાં જ્યાં દરેક નિર્ણય મહત્વનો હોય છે, ત્યાં આવી ભૂલો ટીમને સતત પાછળ ધકેલી રહી છે.

આ પણ વાંચો: શું IPL માં નહીં રમે MS ધોની? અપડેટ સામે આવતા સસ્પેન્સ પર પ્રશ્ન!

પંત LSG માટે માત્ર ખેલાડી નથી પરંતુ ટીમનો ચહેરો છે. તેને 27 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. જે તેને IPL ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓમાં સ્થાન આપે છે. આટલી મોટી કિંમત સાથે મોટી જવાબદારી પણ જોડાયેલી હોય છે. પંત પોતે પણ કેપ્ટનશીપ કરવા ઈચ્છે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં તેનું પ્રદર્શન દબાણ હેઠળ દેખાઈ રહ્યું છે. LSG માટે આ એક મુશ્કેલ સ્થિતિ છે. એક તરફ કેપ્ટન બદલવાની માંગ છે. તો બીજી તરફ ટીમના મુખ્ય ખેલાડી પર વિશ્વાસ રાખવો પણ જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે ટીમ મેનેજમેન્ટ આ સંજોગોમાં શું નિર્ણય લે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports News (Indian Premier League LSG Rishabh Pant

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ