બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / BCCIનો યુટર્ન, અંતે IPL અમદાવાદમાં શિફ્ટ, બેંગલુરુને ઝટકો, જાણો કેમ આવું થયું?
Last Updated: 12:44 PM, 6 May 2026
IPL 2026 Final Schedule: IPL 2026ના પ્લેઓફ વેન્યુને લઈને એક મોટો ફેરફાર સામે આવ્યો છે. ફાઇનલ હવે અમદાવાદમાં રમાશે. જ્યારે ક્વોલિફાયર-1 ધરમશાળા અને એલિમિનેટર અને ક્વોલિફાયર-2 ચંડીગઢમાં રમાશે. નિયમોના અનુસાર ફાઇનલ બેંગ્લોરમાં રમવી જોઈએ પણ ટિકિટ વિવાદના પગલે હવે BCCI એ પ્લાન બદલ્યો છે. જો કે હજુ સુધી બોર્ડ તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી.
ADVERTISEMENT
Indian Premier League 2026 માટે પ્લેઓફ મેચોના સ્થળોને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। જેના કારણે ક્રિકેટ ચાહકોમાં નવા ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે ટુર્નામેન્ટના નિર્ણાયક મુકાબલા અલગ-અલગ શહેરોમાં યોજાવાની શક્યતા છે. ખાસ કરીને ફાઇનલ મેચ માટે અમદાવાદનું નામ આગળ આવ્યું છે. જે IPLના મોટા મુકાબલાને હોસ્ટ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. આ બદલાવ ટુર્નામેન્ટને વધુ રસપ્રદ બનાવી શકે છે.
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) May 6, 2026
BCCI Announces #TATAIPL 2026 Playoffs Schedule
Qualifier 1: Dharamshala
Eliminator and Qualifier 2: New Chandigarh
Narendra Modi Stadium, Ahmedabad to Host Grand Finale 🏟️
More Details ▶️ https://t.co/32HvsabiuF#KhelBindaas pic.twitter.com/ItrNUNoxHZ
ADVERTISEMENT
પ્લેઓફ શેડ્યૂલ મુજબ ક્વોલિફાયર 1 ધરમશાળામાં રમાવાની સંભાવના છે. આ સાથે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 મેચો ચંડીગઢ માં યોજાશે તેવી ચર્ચા છે. અલગ અલગ સ્થળોએ મુકાબલા યોજવાથી ચાહકોને વધુ શહેરોમાં લાઈવ ક્રિકેટ જોવા મળશે. જે IPLના વ્યાપને વધારશે. આ આયોજનથી દરેક મેચને અલગ ઓળખ મળશે અને મેદાનોમાં અલગ પ્રકારનું માહોલ સર્જાશે.
ADVERTISEMENT
Owing to certain operational and logistical considerations, the TATA IPL 2026 Playoffs will be conducted across three venues this season as a special case.
— IndianPremierLeague (@IPL) May 6, 2026
Bengaluru was originally designated to host the Final. However, owing to certain requirements from the local association…
ADVERTISEMENT
સામાન્ય રીતે IPLના નિયમો મુજબ ફાઇનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર યોજાય છે. જેના કારણે આ વખતે બેંગલોર ફાઇનલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવતું હતું. પરંતુ ટિકિટ વેચાણ અને મેનેજમેન્ટ સંબંધિત વિવાદોને કારણે સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સૂત્રો જણાવે છે કે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને BCCI એ સ્થળ બદલવાનો નિર્ણય વિચારાધીન રાખ્યો છે. જેના કારણે હવે અમદાવાદ ફાઇનલ માટે સૌથી આગળ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાલમાં આ તમામ માહિતી સૂત્રોના આધારે છે અને BCCI દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચાહકો અને ફ્રેન્ચાઇઝીઓ બોર્ડની અંતિમ પુષ્ટિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આ આયોજનને અંતિમ મંજૂરી મળે, તો IPL 2026ના પ્લેઓફ વિવિધ શહેરોમાં યોજાશે. જે ટુર્નામેન્ટને વધુ વ્યાપક બનાવશે. નોંધનીય છે કે IPL 2026ની શરૂઆત 28 માર્ચે થઈ હતી. જ્યારે લીગ સ્ટેજની છેલ્લી મેચ 24 મેના રોજ રમાશે. ત્યારબાદ પ્લેઓફ મુકાબલા શરૂ થશે અને ફાઇનલ માટે 28 મેની તારીખ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.