ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ધડાધડ વિકેટ પડશે કે છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલશે?,જાણો દુબઈની પિચથી કોને ફાયદો થશે

INDvsPAK / ધડાધડ વિકેટ પડશે કે છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલશે?,જાણો દુબઈની પિચથી કોને ફાયદો થશે

Published By: Maulik Patel

Last Updated: 02:58 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2025ના સુપર-4 તબક્કામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જંગ આજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને બંને ટીમો ફરી એકવાર પોતાનાં પેર્ફોર્મ્ન્સ આપવા ઉત્સુક છે. તો ચાલો જાણીએ આ મેચ દરમિયાન કેવી રહેશે પીચ અને મેચ કન્ડીશન.

ADVERTISEMENT

એશિયા કપ 2025ના સુપર-4 તબક્કાની બીજી મહત્ત્વની મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને ટૉસ માટે બંને ટીમોના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સલમાન આગા આશરે 7:30 વાગ્યે મેદાન પર ઉતરશે. એશિયા કપમાં આ બંને ટીમોની સામ સામે બીજી મેચ હશે, પહેલા ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાન સામે સરળ જીત મેળવી હતી. જોકે, પહેલા મેચ બાદ હેન્ડશેકના મુદ્દે બબાલ મચી ગઈ હતી. હવે ફરીથી જ્યારે આ બંને ટીમ મેદાન પર આવશે ત્યારે માહોલ કેવો રહે તે જોવું રસપ્રદ રહેશે.

INDAI-PAK-1

પિચ રિપોર્ટ અને હવામાન:

ક્રિકબઝની રિપોર્ટ અનુસાર આ મેચ ગ્રુપ સ્ટેજમાં રમાયેલ પિચ પર જ યોજાશે. આ પિચ સંપૂર્ણ રીતે ડ્રાય અને સ્લો રહેશે, જેને કારણે સ્પિન બોલર્સને વધુ મદદ મળશે. ભારતનાં સ્પીનર્સ પાકિસ્તાન સામે આ પિચ પર જોરદાર પેર્ફ્રોમ કરી શકે તેવી સંભાવના છે. પિચ સેન્ટ્રલ વિકેટ હશે અને બાઉન્ડરી બંને બાજુ સરખી રહેશે. દુબઈમાં આ સમયે તાપમાન લગભગ 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું આગાહી છે, પરંતુ આ અઠવાડિયે શહેરી હવામાન થોડું ઠંડુ પડ્યું છે.

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમના રેકોર્ડ:

ટી-20 ઇન્ટરનેશનલ (T20I)માં દુબઈ સ્ટેડિયમ 99 મેચો રમાઈ છે. પહેલા બેટિંગ કરતી ટીમે લગભગ 48% મેચ જીતી છે અને ટાર્ગેટ ચેઝ કરતી ટીમે 51%થી વધારે જીત મેળવી છે. ટૉસ જીતનાર ટીમનો વિનિંગ રેસીઓ લગભગ 57.5% છે, જે ટૉસ હારનારી ટીમ કરતાં વધારે છે. આ સ્ટેડિયમમાં સૌથી હાઈસ્ટ સ્કોર 212/2 છે જ્યારે સૌથી લો સ્કોર 55 રન છે. રન ચેઝમાં સૌથી મોટો સ્કોર 184/8 રહ્યો છે. પ્રત્યેક વિકેટના અવરેજ રન 20.97 છે અને પ્રત્યેક ઓવરની અવરેજ રન 7.31 છે.

app promo1

હેડ ટૂ હેડ રેકોર્ડ:

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 T20 મેચો રમાઈ ચૂકી છે. જેમાં ભારતે 11 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાન માત્ર 3માં જીત મેળવ્યો છે. પાકિસ્તાને ભારત સામે છેલ્લી વાર જીત 2022ના એશિયા કપમાં હાંસલ કરી હતી. આ રસાકસીવાળી મેચો હંમેશા ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ રસપ્રદ અને જંગભર્યા બની રહે છે. આમ, આજે ભારતીય-પાકિસ્તાન મેચ માત્ર એક ખેલ જ નથી, તે રમતગમતના ક્ષેત્રમાં ટોચના મુકાબલાઓમાંના એક છે.

વધુમાં વાંચો: શું ડેન્ગ્યુ અને વાયરલ તાવની અસર હાર્ટ પર થાય છે?, જાણો એક્સપર્ટ પાસેથી

બંને ટીમોની પસંદગી અને ટૂંકા ફોર્મેટમાં તેમનો પ્રતિસાદ આ મેચને ખાસ બનાવશે. ખાસ કરીને સ્પિનર્સ માટે અનુકૂળ પિચ પર, ભારતની સ્પિનર્સ પાકિસ્તાનને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જંગ જીતવા માટે બંને ટીમો સંપૂર્ણ તૈયાર છે અને દર્શકો માટે એક થ્રિલર મેચ જોવાની અપેક્ષા છે.ક્રિકેટની આ મહાકુંભમાં, ભારત અને પાકિસ્તાન ફરી એકવાર જંગ મેદાનમાં એકબીજાની સામે ઉભા છે, અને આ મેચ બાંધશે એક નવી ઇતિહાસની કસોટી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Pakistan Dubai International Cricket Stadium Pitch report Asia Cup 2025 Super 4 match

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ