ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG સેમિફાઇનલમાં વરસાદ વરસ્યો, અને મેચ રદ્દ થઇ, તો ફાઇનલ કોણ રમશે?

સ્પોર્ટ્સ / IND vs ENG સેમિફાઇનલમાં વરસાદ વરસ્યો, અને મેચ રદ્દ થઇ, તો ફાઇનલ કોણ રમશે?

Published By: Priyankka Triveddi

Last Updated: 02:21 PM, 3 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T 20 World Cup 2026 ના સેમિફાઇનલ-2 માં ભારત ની મેચ 5 માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. ટી 20 વિશ્વકપમાં આ ત્રીજી વાર છે જ્યારે આ બંને ટીમો એકબીજા સામે સેમિફાઇનલમાં ઉતરશે. જો હવે આ મેચમાં વરસાદ નડે છે તો ભારતનું ફાઈનલમાં પહોંચવાનું સપનું તૂટી શકે છે.

ADVERTISEMENT

India vs England T20: T 20 World Cup 2026 ના સેમિફાઇનલ-2 માં ભારત ની મેચ 5 માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. ટી 20 વિશ્વકપમાં આ ત્રીજી વાર છે જ્યારે આ બંને ટીમો એકબીજા સામે સેમિફાઇનલમાં ઉતરશે. જો હવે આ મેચમાં વરસાદ નડે છે તો આ મેચનું શું થશે? બંને ટીમનું શું થશે?? અને કઈ ટીમ આ સંજોગોમાં સેમિફાઇનલમાં જગ્યા બનાવશે? શું આને લઇને આઇસીસીમાં કોઈ નિયમ છે?

વરસાદ ખલેલ પહોંચાડે તો શું થશે?

ઇન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ (International Cricket CouncilICC) એ 2026ના ICC Men's T20 World Cup ની સેમિફાઇનલ માટે રિઝર્વ ડે નક્કી કર્યો છે. એટલે કે જો 5 માર્ચે સતત વરસાદને કારણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચ શરૂ ન થઈ શકે તો આ મુકાબલો 6 માર્ચે યોજાશે. ઉપરાંત જો પ્રથમ દિવસે વરસાદને કારણે મેચ અધૂરી રહી જાય તો બાકી રહેલો ખેલ બીજા દિવસે પૂર્ણ કરવામાં આવશે. જેથી પરિણામ નિશ્ચિત રીતે મળી શકે.

મેચ રદ થાય તો કોણ પહોંચશે ફાઇનલમાં?

જો 5 અને 6 માર્ચ બંને દિવસે ખરાબ હવામાનને કારણે સેમિફાઇનલ આખેઆખી કેન્સલ થાય છે તો ટૂર્નામેન્ટના નિયમો અનુસાર સુપર 8 રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમ ફાઇનલમાં ક્વોલિફાય થશે. અત્યાર સુધીમાં ભારત અને ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડની ટીમે સુપર 8 તબક્કાની પોતાની ત્રણેય મેચ જીતીને મજબૂત દાવો કર્યો હતો. બીજી તરફ સૂર્યકુમાર યાદવ ( Suryakumar Yadav) ની કેપ્ટનશીપ હેઠળ ભારતની ટીમએ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે જીત મેળવી હતી પરંતુ દક્ષિણ આફ્રિકા સામે કારમી હારનો સમનનો કરવો પડ્યો હતો. પરિણામે સુપર 8માં સર્વોત્તમ રેકોર્ડના આધારે ઇંગ્લેન્ડે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.

આ પણ વાંચો: રોહિતની એક એડવાઇસ, અને સંજુ સેમસને વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના છોતરાં કાઢી નાખ્યાં

vtv app promotion

હેડ-ટુ-હેડમાં ભારત આગળ

ટી20 ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતની ટીમનો હાથ ઈંગ્લેન્ડની ટીમ સામે સ્પષ્ટપણે ઉપર રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 29 T20 મુકાબલા રમાયા છે. જેમાંથી ભારતે 17 જીત મેળવી છે જ્યારે ઇંગ્લેન્ડે 12 મેચ પોતાના નામે કરી છે. ICC Men's T20 World Cup ની સેમિફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. જોકે ICC Men's T20 World Cup દરમિયાન ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી પરાજિત કરી મજબૂત જવાબ આપ્યો હતો. આવી પરિસ્થિતિમાં ભારત માટે પોતાનો સારો રેકોર્ડ જાળવી રાખવો મહત્વપૂર્ણ રહેશે જ્યારે ઇંગ્લેન્ડ અગાઉની હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup semifinal India vs England T20 ભારત vs ઇંગ્લેન્ડ T20

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ