ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિતની એક એડવાઇસ, અને સંજુ સેમસને વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના છોતરાં કાઢી નાખ્યાં
Last Updated: 12:54 PM, 3 March 2026
ADVERTISEMENT
ટી 20 વર્લ્ડ કપ 2026ની શરુઆત ભારતીય ટીમના 7 ફેબ્રુઆરીએ છે. તે દિવસથી ટૂર્નામેન્ટની પણ શરુઆત થઇ છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ રમવા ઉતરી હતી, સામે યુએસએની ટીમ હતી. મેદાનમાં જશ્નની તૈયારી હતી. પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ મેદાનમાં હાજર હતો. આ ટૂર્નામેન્ટના બ્રાંડ એમ્બેસેડર હતો. તેને પણ ખબર હતી કે સંજૂ સેમસન અત્યારે પ્લેઇંગ ઇલેવનમાં નહીં હોય, પરંતુ આગળ ટૂર્નામેન્ટમાં લહાવો મળી શકે છે. તે માટે રોહિતે કહ્યુ છે કે, તને મોકો મળી શકે છે, તૈયાર રહેજે.
ADVERTISEMENT
ટી 20 વર્લ્ડ કપ 2024 વિનિંગ ટીમનો હિસ્સો રહેલ સંજૂ સેમસન તે ટૂર્નામેન્ટમાં નહીં રમે. 2026ના ટૂર્નામેન્ટ માટે જ્યારે ટીમ પસંદ થઇ ત્યારે સંજૂ સેમસન મેઇન વિકેટકીપર અને ઓપનર હતો પરંતુ આ ટૂર્નામેન્ટ પહેલા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવા ગયેલી 5 મેચોમાં ટી 20 સીરીઝ સેમસન માટે ખરાબ રહી અને ફરી સ્પષ્ટ થયુ કે હવે અભિષેક શર્મા અને ઇશાન કિશન ઓપન કરશે અને સંજૂ સેમસનને બહાર બેસવુ પડશે. તેવામાં રોહિત શર્માએ ટૂર્નામેન્ટ પહેલા દિવસે કહ્યું હતું કે, દુઃખી ના થા ભાઇ, ટૂર્નામેન્ટ લાંબી છે, મોકો ક્યારેય પણ મળી શકે છે.
ADVERTISEMENT
આઇસીસીએ રોહિત અને સેમસને તે વીડિયો શેર કર્યો છે. જે 7 ફેબ્રુઆી શૂટ થયો હતો. હવે એક માર્ચે સંજૂ સેમસને 97 રનની પારી રમીને ટીમ ઇન્ડિયાએ સેમીફાઇનલની ટિકિટ અપાવી. આમ તો તેની બીજી જ મેચમાં મોકો મળી ગયો હતો, પરંતુ તે મેચમાં 8 બોલમાં 22 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ ફરી બહાર થઇ ગયો. પણ સુપર 8ના બીજા મેચમાં ફરી તેની વાપસી થઇ અને 15 બોલમાં 24 રન બનાવ્યા હતા. આખરે છેલ્લી મેચમાં તેણે કમાલ કરી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ...તો એક જ દિવસમાં રમાશે બે સેમિફાઇનલ! જાણો શું છે ICCનો આ નિયમ?
ત્યાં રોહિતે સેમસનને કહ્યું હતુ કે, કેમ છે? દુખી ના થઇશ ભાઇ.. આની પર સેમસને કહ્યુ છે કે, ના ભાઇ હું ઠીક છું. રોહિતે કહ્યુ કે, આ લાંબી ટૂર્નામેન્ટ છે અને મોકો ક્યારેય પણ મળી શકે છે. અને મોકો આવી ગયો. મોકો મળ્યો અને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી, જેના માટે હું તેમનો મુરીદ છું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ