બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'કોઈને કહી દે નજર ઉતારી આપે' T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થયેલા ગિલને ગાવસ્કરની સલાહ
Last Updated: 03:25 PM, 21 December 2025
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં ખેલાડીઓના સિલેકશને વધાને જ ચોંકાવી દીધા. સાઉથ આફ્રિકા સીરીઝમાં ટીમના વાઇસ-કેપ્ટન રહેલા શુભમન ગિલને સ્ક્વોડમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે હાલ શુભમન ગિલનું ફોર્મ ખરાબ ચાલી રહ્યું છે, જેના કારણે સિલેક્ટર્સે આ કડક નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
શુભમન ગિલની જગ્યાએ અક્ષર પટેલને T20 વર્લ્ડ કપ માટે ભરતોય ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઘણા લોકો ચોંકી ગયા, જેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર પણ સામેલ છે. ટીમની જાહેરાત પર રિએક્શન આપતા સુનિલ ગાવસ્કરે કહ્યું કે તેમને શુભમન ગિલના બહાર થવાની જરા પણ અપેક્ષા ન હતી. તેમણે કહ્યું, 'આ જરા પણ સરપ્રાઇઝ નથી, પણ આ સંપૂર્ણપણે સરપ્રાઇઝ છે.'
સુનિલ ગાવસ્કરે શુભમન ગિલના વખાણ કરતાં કહ્યું કે તે ક્લાસિક પ્લેયર છે અને હાલના સમયમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગાવસ્કરે માન્યું કે સાઉથ આફ્રિકા સામે સીરીઝમાં શુભમન સંઘર્ષ કરતો દેખાયો, પણ સાથે-સાથે એમ પણ કહ્યું કે ફોર્મ આવતું-જતું રહે છે, ક્લાસ હંમેશા બની રહે છે.
ADVERTISEMENT
સુનિલ ગાવસ્કરે એમ પણ જણાવ્યું કે લાંબા સમય બાદ T20 ક્રિકેટમાં વાપસી કરવી સરળ નથી હોતી. ગાવસ્કરે કહ્યું, 'T20 ફોરમેટમાં બેટિંગ કરત પહેલા બોલિંગથી આક્રમક રમવાની અપેક્ષા હોય છે અને જો લય ન હોય તો મુશ્કેલી વધી જાય છે. ગિલ પણ હાલમાં જ આ પરેશાનીનો સામનો કરતાં જોવા મળ્યા. ગિલની સ્વાભાવિક રમત લાંબા ફોર્મેટ માટે વધારે અનુકૂળ છે, જ્યાં ટાઈમિંગ અને ગ્રાન્ડ શોટ્સ મહત્ત્વના હોય છે. જો કે તેનો અર્થ એ નથી કે ગિલ T20 માટે ફિટ નથી.'
ADVERTISEMENT

એક પર્સનલ વાત શેર કરતાં સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે તે હાલમાં જ અમદાવાદથી એ ફ્લાઇટમાં શુભમન ગિલ અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગિલને પ્રેમથી કહ્યું હતું, 'ઘરે કોઈને કહે, નજર ઉતારી દે કારણ કે આપણે એમાં વિશ્વાસ કરીએ છીએ. આપણું માનવું છે કે ક્યારેક-ક્યારેક નજર લાગી જાય છે.'
ADVERTISEMENT
આ પણ વાંચો: U19 એશિયા કપ ફાઈનલ : પાકિસ્તાને ભારતીય ટીમને આપ્યો આ મોટો ટાર્ગેટ, હવે બેટર્સ પર મદાર
સુનિલ ગાવસ્કરે યાદ અપાવ્યું કે આઈપીએલમાં શુભમન ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જે તેમની T20 ક્ષમતાનો પુરાવો છે. ગાવસ્કરે કહ્યું કે ગિલ ખૂબ સારા ખેલાડી છે અને તેમને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરતાં લોકોએ જોયા છે, એટલા માટે T20 ફોર્મેટ તેમની માટે નવું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.