બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / U19 એશિયા કપ ફાઈનલ : પાકિસ્તાને ભારતીય ટીમને આપ્યો આ મોટો ટાર્ગેટ, હવે બેટર્સ પર મદાર

સ્પોર્ટ્સ / U19 એશિયા કપ ફાઈનલ : પાકિસ્તાને ભારતીય ટીમને આપ્યો આ મોટો ટાર્ગેટ, હવે બેટર્સ પર મદાર

Jinal Chauhan

Last Updated: 03:09 PM, 21 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈના ICC એકેડમની ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપની મેચ છે. ભારતીય ટીમ આઠ વખત ચેમ્પિયન રહી ચુકી છે. આ મુકાબલામાં ભારતીય ટીમને જીત માટે મોટો ટાર્ગેટ મળ્યો છે.

NCC મેન્સ અંડર -19 એશિયા કપ 2025ની ફાઈનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. આ મુકાબલો દુબઈના ICC એકડમી ગ્રાઉન્ડમાં છે. મુકાબલામાં ટોસ ભારતીય ટીમે જીત્યો છો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુકાબલામાં પાકિસ્તાને ભારતને જીતવા માટે 348 રનનો ટાર્ગેટ આપ્યો છે.

પાકિસ્તાની ટીમની શરૂઆત એટલી જોરદાર ન હતી. ચોથી ઓવરમાં તેણે વિકેટકીપર બેટ્સમેન હમજા જહૂર(18 રન)થી વિકેટ ગુમાવી દીધી. હમજાને ફાસ્ટ બોલર હેનિલ પટેલે આઉટ કર્યો હતો. ત્યારપછી સમીર મિન્હાસ અને ઉસ્માન ખાને બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને સંભાળ્યું હતું. ખિલાન પટેલે આ ભાગીદારી તોડીને ઉસ્માન ખાન(35 રન)ની વિકેટ લીધી.

સમીર મિન્હાસની તોફાની સદી

ઉસ્માન ખાનના આઉટ થયા પછી સમીર મિન્હાસે અહમ હુસૈન સાથે ત્રીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી વખતે સમીરે 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સદી પુરી કરી લીધી. સમીરની આ ટુર્નામેન્ટમાં આ બીજી સદી રહી છે. ખિલાન પટેલે અહમદ હુસૈનને આઉટ કરીને આ ભાગીદારીને તોડી હતી. અહમદ હુસૈને 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 72 બોલ પર 56 રન બનાવ્યા હતા.

સમીર મિન્હાસના રૂપમાં ભારતીય ટીમને ચોથી સફળતા મળી જે દીપેશ દેવેન્દ્રનના બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં કેચઆઉટ થઈ ગયો. સમીરે 113 બોલ પર 172 રન બનાવ્યા જેમાં 17 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ છે. પછી કનિષ્ક ચૌહાણે હુફૈઝા અહસાનને પણ ખાતું ખોલવા ન દીધું. ત્યાર પછી પાકિસ્તાની કેપ્ટન ફરહાન યુસુફ 19 રનના સ્કોર પર દીપેશ દેવેન્દ્રનનો શિકાર બની ગયા. મોહમ્મદ શયા અને અબ્દુલ શુભાન પણ કંઈ ખાસ રમ્યા ન હતા.

50 ઓવર્સના ફોર્મેટમાં યોજાઈ

અંડર-19 એશિયા કપ 50 ઓવર્સના ફોર્મેટમાં યોજાઈ છે. આ ટૂર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન, મલેશિયા અને મેજબાન સંયુક્ત અરબ અમીરાત સાથે ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું હતું. જ્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમ હતી. દરેક ગ્રુપમાંથી ટોપ બે ટીમ સેમીફાઈનલમાં પહોંચી.

vtv app promotion

આ પણ વાંચોઃ એશિયા કપની ફાઈનલમાં ભારતે જીત્યો ટોસ, પાકિસ્તાનની પહેલા બેટિંગ

ભારતે ત્રણેય ગ્રુપની મેચ જીતીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પહેલી મેચમાં ભારતે યુએઈને 234 રનની હરાવ્યું. પછી તેણે પાકિસ્તાનને 90 અને મેલેશિયાને 315 રનથી પછાડ્યું હતું. સેમીફાઈનલમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું હતું. બીજી બાજુ સેમીફાઈનલમાં પાકિસ્તાને ગઈ વખતનું ચેમ્પિયન બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવી દીધું હતું.

ભારતની ફાઈનલ પ્લેઈંગ 11: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, હેનીલ પટેલ, ખિલાન પટેલ, દિપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ

ફાઇનલમાં પાકિસ્તાનના પ્લેઇંગ 11: સમીર મિન્હાસ, ઉસ્માન ખાન, અહેમદ હુસૈન, ફરહાન યુસુફ (કેપ્ટન), હમઝા ઝહૂર (વિકેટકીપર), હુઝૈફા અહસાન, નકાબ શફીક, મોહમ્મદ શયાન, અલી રઝા, અબ્દુલ સુભાન, મોહમ્મદ સ્યામ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Pakistan U19 final Pakistan vs India target U19 Asia Cup 2025
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ