બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:37 PM, 21 December 2025
આજે ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2025 ની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ બ્લોકબસ્ટર મેચ દુબઈના આઈસીસી એકેડેમીક ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રે છે. જ્યારે પાકિસ્તાનની ટીમના કેપ્ટન ફરહાન યુસુફ છે.
ADVERTISEMENT

અંડર-19 એશિયા કપ 50 ઓવરનો છે. જેમાં ભારતને ગ્રુપ A માં પાકિસ્તાન, મલેશિયા અને યુએઈ સાથે રાખવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ બી માં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળને રાખવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પહોંચી હતી.
ADVERTISEMENT

ભારતે તેના ત્રણેય ગ્રુપને મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે યુએઈને 234 રનથી હરાવ્યું હતું. જે બાદ પાકિસ્તાને 90 રનથી અને મલેશિયાને 315 રનથી હરાવ્યું હતું. સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકા 8 વિકેટથી હરાવ્યું હતું. અન્ય સેમિફાઈનલ મેચમાં પાકિસ્તને ડેફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું.
ADVERTISEMENT

ભારતની પ્લેઈંગ 11: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી , એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, હેનીલ પટેલ, ખિલાન પટેલ, દિપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દોઢ વર્ષમાં આટલી બદલાઈ ટીમ ઈન્ડિયા, આ 7 વર્લ્ડ કપ ચેમ્પિયન બહાર, નવા પ્લેયર્સને મળશે તક
પાકિસ્તાન પ્લેઈંગ 11: સમીર મિન્હાસ, ઉસ્માન ખાન, અહેમદ હુસૈન, ફરહાન યુસુફ(કેપ્ટન), હમઝાર ઝહૂર (વિકેટકીપર), હુઝૈફા અહસાન, નકાબ શફીક, મોહમ્મદ શયાન, અલી રઝા, અબ્દુલ સુભાન, મોહમ્મદ સ્યામ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.