બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શું ગિલના લગ્ન થઈ ગયા નક્કી?, IPL મેચમાં કોમેન્ટેટરે પૂછ્યો સવાલ તો આપ્યું મોટું અપડેટ
Last Updated: 12:55 PM, 22 April 2025
ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર શુભમન ગીલના લગ્નને લઇને ફરીએકવાર અટકળો ચાલી રહી છે.. સોમવારે IPL મેચ દરમિયાન, કોમેન્ટેટરે તેને પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરી રહ્યો છે. ચાલો જાણીએ કે તેમણે આ પ્રશ્નનો શું જવાબ આપ્યો.
ADVERTISEMENT
સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં KKR એ ટોસ જીતીને ગુજરાતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. આ મેચમાં ટોસ દરમિયાન થોડી હળવી પળો પણ જોવા મળી. જ્યારે કેપ્ટન શુભમન ગિલના લગ્નને લઈને તેમને સવાલ કરવામાં આવ્યો, ત્યારે ટીવી પર જોનારા સૌ કોઇ ઉત્સુકતાથી ગીલનો જવાબ સાંભળી રહ્યા.
ટોસ દરમિયાન, ડેની મોરિસને પૂછ્યું - તું ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે, શું તું લગ્ન કરવા જઈ રહ્યો છે? આ પ્રશ્નના જવાબમાં શુભમન ગિલ પહેલા હસ્યો અને પછી કહ્યું - એવું કંઈ નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ બન્યા વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર, મળ્યું આ મોટું સન્માન
મહત્વનું છે સોમવારે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી જેમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને કચડી નાંખ્યું હતું.. અને 39 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ગુજરાતની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ સુકાની શુભમન ગિલે 55 બોલમાં 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બી સાઈ સુદર્શને ૫૨ રન અને જોસ બટલરે ૪૧ રનનું યોગદાન આપ્યું. આ ત્રણેયના કારણે ગુજરાતે ધીમી પીચ પર ૧૯૮ રનનો મજબૂત સ્કોર બનાવ્યો. KKR તરફથી આન્દ્રે રસેલ અને વૈભવ અરોરાએ એક-એક વિકેટ લીધી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.