ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ બન્યા વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર, મળ્યું આ મોટું સન્માન

ક્રિકેટ / ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ બન્યા વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર, મળ્યું આ મોટું સન્માન

Last Updated: 12:39 PM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: પ્રતિષ્ઠિત વિઝડન ક્રિકેટર્સ અલ્માનેકમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. જસપ્રીત બુમરાહને 'સ્ટાર ઓફ ધ યર' ગણાવવામાં આવ્યો છે, જયારે સ્મૃતિ મંધાનાને વિશ્વની શ્રેષ્ઠ મહિલા ખેલાડી ગણવામાં આવી છે.

ADVERTISEMENT

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પ્રતિષ્ઠિત વિઝડન ક્રિકેટર્સ અલ્માનેક 2025 માં વિશ્વનો શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે. તેની સાથે, ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને વર્ષની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનું સન્માન આપવામાં અવાયું છે. આ વખતે આ સન્માનોમાં ભારતીય ક્રિકેટનો દબદબો જોવા મળ્યો છે. જોકે, શ્રેષ્ઠ T20 ક્રિકેટરનું સન્માન નિકોલસ પૂરનને આપવામાં આવ્યું છે.

બુમરાહ 'સ્ટાર ઓફ ધ યર' જાહેર

2024 માં 20 થી ઓછી સરેરાશથી 200 વિકેટ લેનાર ઇતિહાસના પ્રથમ ટેસ્ટ બોલર બનેલા જસપ્રીત બુમરાહને વિઝડનના સંપાદક લોરેન્સ બૂથે 'સ્ટાર ઓફ ધ યર' ગણાવ્યો છે. બુમરાહે 15થી ઓછી સરેરાશથી 71 ટેસ્ટ વિકેટ લીધી અને જૂનમાં કેરેબિયનમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં, બુમરાહે એકલાએ 13.06 ની સરેરાશથી 32 વિકેટ લીધી હતી. બૂથે લખ્યું કે તે ખૂબ જ ઘાતક હતો. તેમણે બુમરાહને સર્વકાલીન મહાન ખેલાડી માનવામાં આવતો હોવાનો દાવો પણ કર્યો.

સ્મૃતિ મંધાના વિશ્વની શ્રેષ્ઠ મહિલા ખેલાડી

ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને વિઝડન દ્વારા વિશ્વની શ્રેષ્ઠ મહિલા ખેલાડી ગણવામાં આવી છે. મંધાનાએ 2024 માં તમામ ફોર્મેટમાં 1659 રન બનાવ્યા, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં કોઈ મહિલા ખેલાડી દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આમાં તેને ચાર ODI સદી પણ ફટકારી છે, જે વધુ એક રેકોર્ડ છે. જૂનમાં દક્ષિણ આફ્રિકા સામેની દસ વિકેટની જીતમાં મંધાનાએ પોતાની બીજી ટેસ્ટ સદી (149) ફટકારી હતી.

નિકોલસ પૂરન બન્યો શ્રેષ્ઠ T20 ખેલાડી

દરમિયાન, વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરનને વર્ષના શ્રેષ્ઠ ટી20 ખેલાડી જાહેર કરવામાં આવ્યો. આ વખતે વિઝડનના વર્ષના પાંચ ક્રિકેટરોમાં સરે કાઉન્ટીના ત્રણ ખેલાડીઓ, ગસ એટકિન્સન, જેમી સ્મિથ અને ડેન વોરલને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, હેમ્પશાયરના લિયામ ડોસન અને ઇંગ્લેન્ડની ખેલાડી સોફી એક્લેસ્ટોનને પણ આ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ કયા સ્થાને? કોણ થશે ક્વોલિફાય? સમજો સમીકરણ

મિશેલ સેન્ટનરને શ્રેષ્ઠ પ્રદર્શનનો એવોર્ડ

ભારત સામે પુણે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના મિશેલ સેન્ટનરની 13 વિકેટથી કિવી ટીમે સીરીઝમાં 2-0 ની અજેય લીડ મેળવી હતી. આ કારણે, ભારત 2012 પછી પહેલી વાર ઘરઆંગણે ટેસ્ટ સીરીઝ હાર્યું હતું. આ પ્રદર્શન માટે સેન્ટનરને વિઝડન ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wisden Leading Cricketers Smriti Mandhana Jasprit Bumrah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ