બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ કયા સ્થાને? કોણ થશે ક્વોલિફાય? સમજો સમીકરણ
Last Updated: 12:03 PM, 22 April 2025
હાલમાં IPL 2025 ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 39 મેચ રમાઈ ચૂકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સિવાય, બધી ટીમોએ 8-8 મેચ રમી લીધી છે. આઈપીએલના પોઇન્ટ ટેબલમાં ટોપ 4 માં 3 ટીમો એવી છે જેણે હજુ સુધી IPL ટાઇટલ જીત્યું નથી, જ્યારે 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પાછળ રહી ગઈ છે. હવે દરેક મેચ મહત્ત્વપૂર્ણ છે, ત્યારે ચાલો જાણીએ કે હાલમાં પોઇન્ટ ટેબલમાં બધી ટીમોની સ્થિતિ શું છે અને પ્લેઓફમાં પહોંચવા માટે શું કરવું પડશે.
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પહોંચવાની નજીક
ગુજરાત ટાઇટન્સે IPLની 39મી મેચ 39 રને જીતીને પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો સરળ બનાવી લીધો છે. પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ તેના 12 પોઈન્ટ થઈ ગયા છે, શુભમન ગિલની ટીમ ટોપ પર છે. હવે ગુજરાત ટાઇટન્સે 6 મેચ રમવાની છે, જેમાંથી તેને ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. તેને કોઈ અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે નહીં.
ADVERTISEMENT
IPL 2025 POINTS TABLE. 📈
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2025
- GT ruling with 12 Points. pic.twitter.com/wwQKHIWM74
ટોપ 4 માં, માત્ર ગુજરાતની જ ટીમ છે કે જેણે IPL ટાઇટલ જીત્યું છે. આ પછી, બીજા, ત્રીજા અને ચોથા નંબરે અનુક્રમે દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ છે. ત્રણેય ટીમો પોતાના પહેલા IPL ટાઇટલ માટે મેદાનમાં છે. દિલ્હીએ 7 માંથી 5 મેચ જીતી છે, RCB અને પંજાબે 8-8 મેચ રમી છે અને બંનેએ 5-5 મેચ જીતી છે. જો આ ટીમો વધુ 4 મેચ જીતે છે, તો પ્લેઓફમાં તેમની એન્ટ્રી નિશ્ચિત ગણી શકાય છે, જોકે, 3 મેચમાં જીત સાથે પણ, ત્રણેયનો રસ્તો બંધ નહીં થાય પરંતુ ત્યારે ટીમો વચ્ચે ટક્કર વધી જશે.
મુંબઈ ઇન્ડિયન્સની શાનદાર વાપસી
લખનૌ 8 મેચમાં 5 જીત સાથે પાંચમા સ્થાને છે, તેને 4 મેચ જીતવી પડશે પરંતુ તેણે પોતાનો નેટ રન રેટ પણ થોડો સુધારવો પડશે. બીજી તરફ, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સે શરૂઆતની મેચોમાં સતત હાર બાદ સારી વાપસી કરી છે. હાલમાં મુંબઈએ 8 માંથી 4 મેચ જીતી છે, તેને આગામી 6 મેચમાંથી ઓછામાં ઓછી 5 મેચ જીતવી પડશે.
બહાર થવાની અણી પર CSK
ચેન્નઈ સુપર કિંગ્સ 8 માંથી ફક્ત 2 મેચ જીતી શક્યું છે અને બહાર થવાના આરે છે. તેને બાકીની બધી 6 મેચ જીતવાની જરૂર છે, એ પછી તેના 16 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં પહોંચવાની તક મળશે. હાલમાં ટીમ 10મા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સની પણ આ જ સ્થિતિ છે, તે 8 માંથી ફક્ત 2 મેચ જીતી શકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 7 માંથી 2 મેચ જીતી ચુકી છે અને ટેબલમાં 9મા સ્થાને છે. KKR એ 8 માંથી 3 મેચ જીતી છે અને ટેબલમાં 7મા નંબરે છે, તેને આગામી બધી 6 મેચ જીતવી પડશે.
આ પણ વાંચો: 8 મેચમાં 5 ફિફ્ટી, 417 રન, જાણો કોણ છે IPLમાં તોફાન મચાવનાર આ બેટર
ઓરેન્જ કેપ હોલ્ડર
હાલમાં ઓરેન્જ કેપ સાઈ સુદર્શન પાસે છે. ગુજરાત ટાઇટન્સના આ બેટ્સમેને 8 મેચમાં 52.12 ની સરેરાશથી 417 રન બનાવ્યા છે. લખનૌનો નિકોલસ પૂરન (368 રન) બીજા સ્થાને છે.
Orange Cap 🧡
— IndianPremierLeague (@IPL) April 22, 2025
Purple Cap 💜
Top of the Table 🔝
Sai Sudharsan & Prasidh Krishna open up about their prep, mutual admiration, and the quiet grind that’s helped them & #GT have a dominant #TATAIPL 2025 season so far 💪#KKRvGT | @gujarat_titans
પર્પલ કેપ હોલ્ડર
પર્પલ કેપ પણ ગુજરાત ટાઇટન્સના બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પાસે છે, તેણે 8 મેચમાં 16 વિકેટ લીધી છે. જ્યારે બીજા ક્રમે રહેલા કુલદીપ યાદવ (12 વિકેટ) હાલમાં તેનાથી ચાર વિકેટ પાછળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.