બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / 8 મેચમાં 5 ફિફ્ટી, 417 રન, જાણો કોણ છે IPLમાં તોફાન મચાવનાર આ બેટર

IPL 2025 / 8 મેચમાં 5 ફિફ્ટી, 417 રન, જાણો કોણ છે IPLમાં તોફાન મચાવનાર આ બેટર

Last Updated: 10:03 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલના 90, બી સાઈ સુદર્શનના 52 અને જોસ બટલરના 41 રનની મદદથી 198 રન બનાવ્યા. આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું.

ગુજરાત ટાઇટન્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં, પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાને બે-બે વિકેટ લઈને KKR ને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન પર રોકી દીધું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે શુભમન ગિલના 90, બી સાઈ સુદર્શનના 52 અને જોસ બટલરના 41 રનની મદદથી 198 રન બનાવ્યા. આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું.

પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત ધીમી રહી હતી પરંતુ કેપ્ટન શુભમન ગિલે 55 બોલમાં 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બી સાઈ સુદર્શને 52 રન અને જોસ બટલરે 41 રનનું યોગદાન આપ્યું. આ ત્રણેયના કારણે ગુજરાતે ધીમી પીચ પર પણ 198 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. KKR તરફથી આન્દ્રે રસેલ અને વૈભવ અરોરાએ એક-એક વિકેટ લીધી.

ટાર્ગેટ ચેઝ કરતી વખતે KKR ની શરૂઆત ખરાબ રહી. મોહમ્મદ સિરાજે પહેલી જ ઓવરમાં રહેમાનુલ્લાહ ગુરબાઝને પેવેલિયન મોકલી દીધો. અજિંક્ય રહાણેએ કેટલાક સારા શોટ રમ્યા અને ચાર ચોગ્ગા ફટકારીને પોતાની ટીમને બચાવવાનો પ્રયાસ કર્યો. સિરાજના બોલ પર સુનીલ નારાયણે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો, પરંતુ રાશિદ ખાને તેને આઉટ કરીને KKRને બીજો ઝટકો આપ્યો. પાવરપ્લેમાં KKR 45/2 પર રમી રહ્યું હતું.

બોલર્સ માટે પીચ શાનદાર હતી. જેનો ગુજરાતના સ્પિનરોએ ફાયદો ઉઠાવ્યો. રાશિદ ખાન અને વોશિંગ્ટન સુંદરે વચ્ચેની ઓવરોમાં કોઈ ચોગ્ગો ન માર્યો. રહાણેએ સુંદર સામે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને પોતાની ઇનિંગ આગળ વધારી અને 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જોકે, તે સુંદરનો ફાસ્ટ બોલ ચૂકી ગયો અને જોસ બટલર દ્વારા સ્ટમ્પ આઉટ થયો. વેંકટેશ ઐયર પણ વધારે રન બનાવી શક્યા નહીં અને સાઈ કિશોરના બોલ પર આઉટ થઇ ગયો.

આન્દ્રે રસેલે કેટલાક મોટા શોટ રમ્યા, પરંતુ તેને પણ પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો. રમનદીપ સિંહ અને મોઈન અલી પણ કંઇ ખાસ સ્કોર ન બનાવી શક્યા. પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી જ્યારે ગુજરાતના બોલરોએ સમગ્ર મેચ દરમિયાન KKR પર પ્રેશર બનાવીને રાખ્યું હતું. રઘુવંશી 27 રન બનાવીને અણનમ રહ્યો, પરંતુ તેનો સ્કોર આ KKRની હાર અટકાવી શક્યા નહીં. ગુજરાતના આ શાનદાર વિજયે ફરી એકવાર તેમની ટીમની તાકાત સાબિત કરી.

સાંઈ સુદર્શન એટલે રન મશીન

આ મેચમાં, GTના ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શને અડધી સદી ફટકારી. તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે પહેલી વિકેટ માટે 74 બોલમાં 114 રનની ભાગીદારી કરીને મોટા સ્કોરનો પાયો પણ નાખ્યો હતો. આ સિઝનમાં, સાઈ સુદર્શન ઇન ફોર્મ છે. અત્યાર સુધીમાં તેણે 8 મેચમાં 5 અડધી સદી ફટકારી છે. આ IPLમાં આવું કરનાર તે એકમાત્ર બેટ્સમેન છે.

વધુ વાંચો : KKR કેમ હારી ગઈ મેચ, અજિંક્ય રહાણેએ આપ્યું હારનું સૌથી મોટું કારણ, નિવેદનથી ખળભળાટ

સાઈ સુદર્શને 150 થી વધુના સ્ટ્રાઈક રેટથી 300 થી વધુ રન બનાવ્યા છે. તેમણે 8 મેચની 8 ઇનિંગ્સમાં 52.12 રનની એવરેજથી 417 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેણે 42 ચોગ્ગા અને 15 છગ્ગા પણ આપ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sai Sudharsan Profile IPL 2025 KKR vs GT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ