બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / અમદાવાદ ટેસ્ટનો પહેલો દિવસ ભારતને નામ, સિરાજ-બુમરાહ પછી કેએલ રાહુલ પણ ચમક્યો
Last Updated: 06:05 PM, 2 October 2025
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ આજથી શરૂ થઈ ગઈ છે. પહેલી મેચ આજથી અમદાવાદમાં રમાઈ રહી છે. ત્યારે પહેલી મેચનો પહેલો દિવસ પૂર્ણ થઈ ગયો છે અને વેસ્ટ ઇન્ડીઝે પહેલા બેટિંગ કરીને પહેલી ઇનિંગમાં 162 રન કર્યા, જયારે દિવસના અંતે ભારતનો સ્કોર 2 વિકેટે 121 રન રહ્યો. પહેલા દિવસના અંતે ભારત વિન્ડીઝથી 41 રન પાછળ રહ્યું. દિવસના અંતે કેએલ રાહુલ 53 રન અને શુભમન ગિલ 18 રન સાથે ક્રીઝ પર હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જેડન સિલ્સ અને રોસ્ટન ચેઝે એક-એક વિકેટ લીધી.
ADVERTISEMENT
That’s Stumps on Day 1!
— BCCI (@BCCI) October 2, 2025
KL Rahul (53*) leads the way for #TeamIndia as we reach 121/2 👍
Captain Shubman Gill (18*) is in the middle with him 🤝
Scorecard ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @klrahul | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/BCfpGs7OV7
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝની પહેલી ઇનિંગ ઝડપથી ખતમ કર્યા પછી, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે સારી શરૂઆત કરી, પહેલી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી. જેડેન સિએલ્સે યશસ્વીને આઉટ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો. યશસ્વી 54 બોલમાં 36 રન બનાવીને આઉટ થઈ ગયો, પોતાની ઇનિંગ દરમિયાન તેને સાત ચોગ્ગા માર્યા. ભારતને બીજો ફટકો 90 રનના સ્કોર પર પડ્યો, જયારે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલ સાઈ સુદર્શન સાત રન બનાવીને આઉટ થઈ ગયો. કેપ્ટન રોસ્ટન ચેઝે સાઈ સુદર્શનને એલબીડબલ્યુ આઉટ કર્યો.
20th Test half-century for KL Rahul! 👏 👏
— BCCI (@BCCI) October 2, 2025
A fine knock from him as #TeamIndia move past 100. 👍 👍
Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/01PFqjMnck
ADVERTISEMENT
કેએલ રાહુલે વેસ્ટ ઇન્ડીઝ સામે અડધી સદી ફટકારી છે. કેપ્ટન શુભમન ગિલ કેએલ રાહુલને સાથ આપી રહ્યા છે અને બંનેએ 30 રનની ભાગીદારી પૂરી કરી લીધી છે. હાલમાં, ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલ ક્રીઝ પર છે. ભારતીય ટીમનું ધ્યાન હવે બીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝ સામે મોટી લીડ મેળવવા પર રહેશે. વરસાદને કારણે મેચ વચ્ચેથી અટકી ગઈ હતી, પછી વરસાદ બંધ થતા મેચ ફરી શરૂ થઈ હતી.
ADVERTISEMENT
A solid opening start for #TeamIndia! 💪
— BCCI (@BCCI) October 2, 2025
5⃣0⃣-run stand between KL Rahul & Yashasvi Jaiswal 🤝
Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/yGaJZuXE5V
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝની પહેલી ઇનિંગ 162 રનમાં સમેટાઈ ગઈ. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ તરફથી જસ્ટિન ગ્રીવ્સે સૌથી વધુ રન બનાવ્યા. ટીમ સાડા ચાર કલાકમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે મોહમ્મદ સિરાજે ચાર વિકેટ લીધી, જ્યારે જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી. કુલદીપ યાદવે બે વિકેટ અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી.

ADVERTISEMENT
આ પણ વાંચો: 15 વખત શૂન્ય પર આઉટ થશે તો પણ ટીમમાં રમશે, કેપ્ટને અભિષેક શર્માને આપ્યું લાઈસન્સ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત નબળી રહી. તેમણે પહેલા કલાકમાં 42 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. સિરાજે તેજનારાયણ ચંદ્રપોલ (0), બ્રાન્ડન કિંગ (12) અને એલિક એથેનાઝ (13)ને આઉટ કર્યા. બુમરાહે જોન કેમ્પબેલ (8)ને આઉટ કર્યા. ત્યારબાદ કેપ્ટન રોસ્ટન ચેઝ અને શાઈ હોપે પાંચમી વિકેટ માટે 48 રન ઉમેર્યા. કુલદીપ યાદવે હોપને બોલ્ડ કર્યો. બીજા સેશનમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન રોસ્ટન ચેઝને સિરાજે આઉટ કર્યો, તેને 24 રન કર્યા. પછી સુંદરે ખેરી પિયરે (11)ને LBW આઉટ કર્યો. ત્યારબાદ બુમરાહે જસ્ટિન ગ્રીવ્સ (32) અને જોહાન લિયોન (1) ને બે ઘાતક યોર્કર વડે ક્લીન બોલ્ડ કર્યા. કુલદીપે વોરિકન (8)ને વિકેટકીપર જુરેલ દ્વારા કેચ કરાવીને વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગને 162 રન પર સમેટી દીધી.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ બંને ટેસ્ટ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. ટીમ ઇન્ડિયા નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં બીજી ટેસ્ટ સીરીઝ રમી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.