ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC રેન્કિંગમાં ઉથલપાથલ, તિલક વર્મા અને જોસ બટલરને ફાયદો, સૂર્યાને થયું નુકસાન

ક્રિકેટ / ICC રેન્કિંગમાં ઉથલપાથલ, તિલક વર્મા અને જોસ બટલરને ફાયદો, સૂર્યાને થયું નુકસાન

Published By: Vidhata Gothi

Last Updated: 02:55 PM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC Rankings: ICC T20 રેન્કિંગમાં ફરી એકવાર ફેરફાર થઈ ગયા છે. આ દરમિયાન, ભારતીય ખેલાડીઓના રેન્કિંગમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

ICC T20I Rankings: ICC દ્વારા ફરી એકવાર નવું રેન્કિંગ જારી કરી દેવામાં આવ્યું છે. આ વખતે, વધારે તો નહીં, પરંતુ કેટલાક નાના ફેરફાર થયા છે. એમ તો ટીમ ઇન્ડિયા હાલમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે, પરંતુ આ ફેરફારની અસર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પર પણ જોવા મળી રહી છે. જ્યાં એક તરફ તિલક વર્માને રમ્યા વિના થોડો ફાયદો થયો છે, ત્યારે સૂર્યકુમાર યાદવનું રેન્કિંગ ઘટી ગયું છે.

travis-head

ICC T20 રેન્કિંગમાં ટ્રેવિસ હેડ નંબર વન બેટ્સમેન

ICC T20 રેન્કિંગમાં ટ્રેવિસ હેડ હાલમાં નંબર વન ખેલાડી છે. તેનું રેટિંગ 856 છે. આ પછી, ભારતના અભિષેક શર્મા બીજા નંબર પર છે, જેનું રેટિંગ 829 છે. દરમિયાન, ભારતના તિલક વર્માને એક સ્થાનનો ફાયદો થયો છે, તે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે, જોકે તેનું રેટિંગ હજુ પણ 804 છે. ફિલ સોલ્ટના નીચે જવાથી તિલક વર્માને ફાયદો થયો છે. ફિલ સોલ્ટે વેસ્ટ ઇન્ડીઝ સામેની તાજેતરમાં સમાપ્ત થયેલી સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, તેથી તેને એક સ્થાનનું નુકસાન થયું છે, હવે તેનું રેટિંગ 791 છે.

surya-kumar-yadav

જોસ બટલરને ફાયદો, સૂર્યાને થયું નુકસાન

આ દરમિયાન, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જોસ બટલરને એક સ્થાનનો ફાયદો થયો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે જોસ બટલર 772 રેટિંગ સાથે 5મા ક્રમે પહોંચી ગયો છે. જયારે ભારતનો સૂર્યકુમાર યાદવ હવે એક સ્થાન નીચે એટલે કે 6ઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. તેનું રેટિંગ 739 છે. બાકીના ટોચના 10 બેટ્સમેનોના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી.

Vtv App Promotion 1

આ પણ વાંચો: 'છોકરીઓ મારી નબળાઈ...' 500થી વધુ મહિલાઓ સાથે ઊંઘી ચુક્યો છે આ ક્રિકેટર, આત્મકથામાં કર્યો ખુલાસો

જો આપણે આ ટોપ 6 બેટ્સમેનોની વાત કરીએ, તો પથુમ નિસાન્કા 714 રેટિંગ સાથે 7મા નંબર પર છે, ટિમ સીફર્ટ 708 રેટિંગ સાથે 8મા નંબર પર છે. કુલાસ પરેરા અને રીઝા હેન્ડ્રિક્સનું રેટિંગ સમાન એટલે કે 676 છે. તેથી, આ બંને બેટ્સમેન હાલમાં ICC T20 રેન્કિંગમાં સંયુક્ત રીતે 9મા નંબર પર છે. દસમા નંબરે કોઈ નથી. યશસ્વી જયસ્વાલ 673 રેટિંગ સાથે 11મા નંબર પર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Rankings ICC T20I Rankings Tilak Verma

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ