બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બાપ-દાદાની કરોડોની સંપત્તિ... શું કરે છે અર્જુનની થવાવાળી દુલ્હનિયા?

સ્પોર્ટ્સ / બાપ-દાદાની કરોડોની સંપત્તિ... શું કરે છે અર્જુનની થવાવાળી દુલ્હનિયા?

Published By: Vidhata Gothi

Last Updated: 09:13 AM, 14 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arjun Tendulkar Engagement: અર્જુન તેંડુલકરની સાનિયા ચંડોક સાથે સગાઈ પછી હવે ચાહકો એ જાણવા આતુર છે કે સાનિયા ચંડોક શું કરે છે. સાનિયા ચંડોક મુંબઈના પ્રસિદ્ધ બિઝનેસમેન રવિ ઘઈનું પૌત્રી છે. ચાલો જાણીએ સાનિયા શું કરે છે.

Arjun Tendulkar Engagement: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) અને સાનિયા ચંડોક (Saniyaa Chandhok) ની સગાઈના અહેવાલોથી ચારે તરફ ખળભળાટ મચી ગયો છે. અર્જુન તેંડુલકર વિશે સૌ કોઈ જાણે છે. સાનિયા ચંડોક મુંબઈના પ્રસિદ્ધ બિઝનેસમેન રવિ ઘઈનું પૌત્રી છે. બાપ-દાદાની કરોડોની સંપત્તિ છે, પરંતુ હવે ચાહકો એ જાણવા આતુર છે કે સાનિયા ચંડોક (Saniyaa Chandhok) શું કરે છે. ફૂડ બેવરેજના સેક્ટરમાં ઘઈ પરિવારનું મોટું નામ છે અને ફેમસ આઇસ્ક્રીમ બ્રાંડ બ્રુકલિન ક્રીમરી જેવા બિઝનેસ સાથે પણ આ પરિવાર સંકળાયેલો છે.

કોણ છે સાનિયા ચંડોક?

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) હાલમાં ક્રિકેટ જગતમાં પોતાનું નામ અને જગ્યા બનાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે. જયારે સાનિયા ચંડોકે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સથી ગ્રેજ્યુએશન કર્યું છે. સાનિયા (Saniyaa Chandhok) મુંબઈમાં એક પ્રીમીયમ પૅટ સલૂન, સ્પા અને સ્ટોર - મિસ્ટર પૉઝની સ્થાપક છે. મીડિયા અહેવાલો પ્રમાણે, અર્જુન અને સાનિયા બંને બાળપણના મિત્રો છે. સારા તેંડુલકર પણ સાનિયા ચંડોકને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ

ઇન્સ્ટાગ્રામ પર mrpaws.in એકાઉન્ટની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં સાનિયા (Saniyaa Chandhok) એક પૅટની સારવાર કરતી જોવા મળી રહી છે. આ પોસ્ટ સારા તેંડુલકરે પણ લાઇક કરી છે. પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે, "અમારી સંસ્થાપક સાનિયા હવે WVSથી ABC પ્રોગ્રામ પૂરો કર્યા પછી પશુચિકિત્સા ટેકનિશિયન તરીકે પ્રમાણિત છે."

Vtv App Promotion 2

બંને પરિવારોની કરોડોની સંપત્તિ

ક્રિકેટ જગ્યાના સૌથી મહાન વ્યક્તિઓમાંથી એક સચિન તેંડુલકરની સંપત્તિ જગજાહેર છે. તેઓ સૌથી ધનિક ક્રિકેટર્સમાંથી એક છે. માહિતી પ્રમાણે તેમની સંપત્તિ 1500 કરોડની આસપાસ છે. જયારે સાનિયા ચંડોક (Saniyaa Chandhok) ના પરિવારનો પણ મોટો બિઝનેસ છે, તેના પરિવારની સંપત્તિ પણ કરોડોમાં છે. ઉલ્લેખનીય છે કે અર્જુન (Arjun Tendulkar) અને સાનિયાની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી. બંને પરિવારના નજીકના સભ્યો અને મિત્રોએ સગાઈમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે કરી સગાઈ, જાણો કોણ છે ફિયાન્સી

અર્જુન તેંડુલકરનો IPL રેકોર્ડ

T20 ક્રિકેટમાં, 25 વર્ષીય અર્જુન તેંડુલકરે (Arjun Tendulkar) 25.07 ની સરેરાશથી 27 વિકેટ લીધી છે. તેણે 13.22 ની સરેરાશથી 119 રન પણ બનાવ્યા છે. અર્જુન ઘરેલુ ક્રિકેટમાં ગોવા ટીમનો ભાગ છે. અગાઉ, તે મુંબઈ માટે રમતો હતો. અર્જુને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં તેના નામે 3 વિકેટ અને 13 રન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arjun Tendulkar Engagement Saniyaa Chandhok Ravi Ghai

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ