ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / BCCIના બ્રોડકાસ્ટ એન્જીનિયરની ડેડબોડી મળતા હડકંપ, IPL કવર કરવાની હતી જવાબદારી

સ્પોર્ટ્સ / BCCIના બ્રોડકાસ્ટ એન્જીનિયરની ડેડબોડી મળતા હડકંપ, IPL કવર કરવાની હતી જવાબદારી

Published By: Priyankka Triveddi

Last Updated: 02:52 PM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકબાજુ IPLની નવી સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે એ વચ્ચે મુંબઈથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. BCCIના બ્રૉડકાસ્ટ એન્જિનિયરનો મૃતદેહ હોટેલમાં મળી આવતા ચકચાર મચી છે.

ADVERTISEMENT

BCCI Ian Langford News: મુંબઈમાં IPLની ધૂમ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્રિટિશ નાગરિક અને BCCIના બ્રોડકાસ્ટ એન્જિનિયર ઇયાન વિલિયમ લેંગફોર્ડ હોટેલના રૂમમાં મૃત હાલતમાં મળતા સનસની ફેલાઈ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ઇયાન વિલિયમ લેંગફોર્ડ BCCI માટે આઈપીએલ મેચોના બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને તેઓ મુંબઈની ટ્રાઈડેન્ટ ( Trident Hotel Mumbai)માં 24 માર્ચથી રોકાયા હતા. 29 માર્ચે મેચ પૂરી થયા પછી તેઓ પોતાના રૂમમાં પરત ફર્યા હતા. પરંતુ બીજા દિવસે રિસેપ્શન તરફથી કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ મળ્યો નહોતો. શંકા જતા હોટેલ સ્ટાફે માસ્ટર કીથી રૂમ ખોલ્યો જ્યાં ઇયાન ફ્લોર પર પડેલા હાલતમાં મળી આવ્યા.

આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સે CSKને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની શાનદાર ફિફ્ટી

તાત્કાલિક હોટેલના ડૉક્ટરને બોલાવવામાં આવ્યા જેમણે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા. ઘટનાની જાણ થતા મરીન ડ્રાઈવ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે તે જ દિવસે વાનખેડે સ્ટેડિયમમાં (Wankhede Stadium) ખાતે રમાયેલી આઈપીએલ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટ્યા હતા. અને આખા મુંબઈ શહેરમાં ક્રિકેટનો ઉત્સાહ છવાયો હતો જે વચ્ચે આ સમાચાર આવતા હવે પોલીસે તપાસ તેજ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wankhede Stadium match Ian William Langford BCCI broadcast engineer

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ