ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2025: એશિયા કપનું નવું શેડ્યૂલ જોઇ લેજો, બદલાઇ ગયો ટાઇમિંગ, જાણો અપડેટ

Sports / Asia Cup 2025: એશિયા કપનું નવું શેડ્યૂલ જોઇ લેજો, બદલાઇ ગયો ટાઇમિંગ, જાણો અપડેટ

Published By: Vishal Dave

Last Updated: 02:49 PM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે લીગ, સુપર 4 અને ફાઇનલ સહિત કુલ 19 મેચ રમાશે

ADVERTISEMENT

એશિયા કપ 2025 ની મેચોને લઇને સુત્રો પાસેથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ 2025ની મેચો હવે સાંજે 7.30 વાગ્યાને બદલે રાત્રે 8 વાગ્યે શરૂ થઈ શકે છે. UAEમાં ખૂબ જ ગરમીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવે છે. અત્યાર સુધી બહાર આવેલા સમયપત્રક મુજબ, બધી મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ તરફથી રાત્રે 8 વાગ્યે શરૂ થનારી મેચ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી અને આ ખબરની પુષ્ટિ હજુ થવાની બાકી છે..

19 મેચોનું આયોજન કરવામાં આવશે

એશિયા કપ 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે લીગ, સુપર 4 અને ફાઇનલ સહિત કુલ 19 મેચ રમાશે. આ વખતે ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે જ્યારે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ અને શ્રીલંકાની ટીમો છે. આ ટુર્નામેન્ટમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે.

આ હશે એશિયા કપનું ફોર્મેટ

આ વખતે દરેક ગ્રુપમાંથી બે ટીમો સુપર ફોર માટે ક્વોલિફાય થશે. ત્યારબાદ સુપર ફોરમાં, દરેક ટીમ અન્ય ત્રણ ટીમો સામે એક-એક વખત ટકરાશે. સુપર ફોર સ્ટેજમાંથી બે ટીમો ફાઇનલ રમશે. આવી સ્થિતિમાં, ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં ત્રણ વખત એકબીજા સામે ટકરાઈ શકે છે. જોકે તેમની ગ્રુપ સ્ટેજની મેચ 14 સપ્ટેમ્બરે યોજાવાની છે, જો બંને સુપર ફોર સ્ટેજ માટે એકસાથે ક્વોલિફાય થાય છે, તો તેઓ 22 સપ્ટેમ્બરે ફરી એકવાર એકબીજા સામે ટકરાઈ શકે છે.

એશિયા કપ 2025નું સંપૂર્ણ સમયપત્રક

9 સપ્ટેમ્બરઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ હોંગકોંગ

10 સપ્ટેમ્બર : ભારત વિરુદ્ધ યુએઈ

11 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિરુદ્ધ હોંગકોંગ

12 સપ્ટેમ્બર : પાકિસ્તાન વિરુદ્ધ ઓમાન

13 સપ્ટેમ્બર : બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા

14 સપ્ટેમ્બર : ભારત વિરુદ્ધ પાકિસ્તાન

15 સપ્ટેમ્બર : શ્રીલંકા વિરુદ્ધ હોંગકોંગ

16 સપ્ટેમ્બર : બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન

17 સપ્ટેમ્બર : પાકિસ્તાન વિરુદ્ધ યુએઈ

18 સપ્ટેમ્બર : શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન

19 સપ્ટેમ્બર : ભારત વિરુદ્ધ ઓમાન

આ પણ વાંચોઃ રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું, ક્રિકેટ જગતમાં હડકંપ, સામે આવ્યું કારણ

સુપર 4 મેચ શેડ્યૂલ

20 સપ્ટેમ્બર : ગ્રુપ બી ક્વોલિફાયર 1 વિરુદ્ધ ગ્રુપ બી ક્વોલિફાયર 2

21 સપ્ટેમ્બર : ગ્રુપ એ ક્વોલિફાયર 1 વિરુદ્ધ ગ્રુપ એ ક્વોલિફાયર 2

22 સપ્ટેમ્બર : કોઈ મેચ નહીં

23 સપ્ટેમ્બર : ગ્રુપ એ ક્વોલિફાયર 1 વિરુદ્ધ ગ્રુપ બી ક્વોલિફાયર 2

24 સપ્ટેમ્બર : ગ્રુપ બી ક્વોલિફાયર 1 વિરુદ્ધ ગ્રુપ એ ક્વોલિફાયર 2

25 સપ્ટેમ્બર : ગ્રુપ એ ક્વોલિફાયર 2 વિરુદ્ધ ગ્રુપ બી ક્વોલિફાયર 2

26 સપ્ટેમ્બર : ગ્રુપ એ ક્વોલિફાયર 1 વિરુદ્ધ ગ્રુપ બી ક્વોલિફાયર 1

27 સપ્ટેમ્બર : કોઈ મેચ નહીં

ફાઇનલ મેચ શેડ્યૂલ

28 સપ્ટેમ્બર (રવિવાર): ફાઇનલ મેચ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Match Timing UAE Heat Asia Cup 2025

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ