બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું, ક્રિકેટ જગતમાં હડકંપ, સામે આવ્યું કારણ
Last Updated: 02:21 PM, 30 August 2025
ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર રાહુલ દ્રવિડને લઈને મોટા સમાચાર જાહેર થયાં છે. રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. ફ્રેન્ચાઇઝીએ રાહુલ દ્રવિડ પર એક નિવેદન બહાર પાડીને આ સમાચાર આપ્યાં હતા. રાહુલના રાજીનામા બાદ સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ઉપડી હતી કે ઈપીએલમાં આરઆરના ધબડકા બાદ રાહુલનો ભોગ લેવાયો છે.
ADVERTISEMENT
Your presence in Pink inspired both the young and the seasoned. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) August 30, 2025
Forever a Royal. Forever grateful. 🤝 pic.twitter.com/XT4kUkcqMa
રાહુલને વિદાય આપતાં રાજસ્થાન રોયલ્સે શું કહ્યું
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સે દ્રવિડ માટે વિદાય પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે "પિંકમાં તમારી હાજરીએ યુવાન અને અનુભવી બંનેને પ્રેરણા આપી. હંમેશા રોયલ. હંમેશા આભારી,"રાજસ્થાન રોયલ્સે કહ્યું કે 'હેડ કોચ રાહુલ દ્રવિડ IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ સાથેનો તેમનો કાર્યકાળ સમાપ્ત કરી રહ્યાં છે. રાહુલ ઘણા વર્ષોથી રોયલ્સની સફરમાં કેન્દ્રિય રહ્યા છે. તેમના નેતૃત્વએ ખેલાડીઓની એક પેઢીને પ્રભાવિત કરી છે. તેમણે ટીમમાં મજબૂત મૂલ્યો સ્થાપિત કર્યા છે. રાજસ્થાન રોયલ્સે કહ્યું કે રાહુલને ટીમમાં એક હોદ્દાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે તે નકારી કાઢી હતી. રાજસ્થાન રોયલ્સ, તેના ખેલાડીઓ અને વિશ્વભરના લાખો ચાહકો રાહુલનો ફ્રેન્ચાઇઝ પ્રત્યેની તેમની નોંધપાત્ર સેવા બદલ હૃદયપૂર્વક આભાર માને છે.
ADVERTISEMENT
2025ની આઈપીએલમાં રાહુલની ટીમ ફેલ
ઉલ્લેખનીય છે કે 2025ની આઈપીએલમાં રાહુલની લીડરશીપમાં રાજસ્થાન રોયલ્સ 14 માંથી ફક્ત ચાર મેચ જીતી શકી અને લીગ ટેબલમાં નવમા સ્થાને રહી હતી એટલે રાહુલના રાજીનામા બાદ એવી ચર્ચા ચાલી હતી કે આઈપીએલમાં ધબડકા બાદ તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.