બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / લોર્ડ્સ ટેસ્ટમાં બોલના આકારને લઈ બબાલ, શુભમન ગિલ અમ્પાયર પર ભડક્યો

હંગામો / લોર્ડ્સ ટેસ્ટમાં બોલના આકારને લઈ બબાલ, શુભમન ગિલ અમ્પાયર પર ભડક્યો

Published By: Chintan Chavda

Last Updated: 07:49 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs ENG Dukes Ball Controversy: લોર્ડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસે, બોલના આકારને લઈને હોબાળો થયો. ભારતીય ખેલાડીઓ ડ્યુક્સ બોલના આકારથી નાખુશ હતા અને તેમણે અમ્પાયરને તેની ફરિયાદ કરી. જાણો સમગ્ર મામલો....

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બ્લોકબસ્ટર ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો રૂટે ઇંગ્લેન્ડ માટે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ રૂટની ટેસ્ટ કરિયરની 37મી સદી હતી.

આ મેચના બીજા દિવસે (11 જુલાઈ) મેદાન પર હંગામો મચી ગયો. ભારતીય ખેલાડીઓ ડ્યુક્સ બોલના આકારથી નાખુશ હતો અને તેને અમ્પાયરને તેની ફરિયાદ કરી હતી. આ આખી ઘટના ઈંગ્લેન્ડની ઇનિંગ્સની 91મી ઓવરમાં બની હતી. ભારતીય ટીમે 80 ઓવર પછી નવો બોલ લીધો હોવાથી, નવો બોલ ફક્ત 10 ઓવર જૂનો હતો. જોકે, આ છતાં, બોલનો આકાર યોગ્ય નહોતો.

અમ્પાયરે બોલ તપાસવા માટે 'રિંગ ટેસ્ટ' કર્યો. પરંતુ બોલ તે રિંગમાંથી બહાર ન આવ્યો, જેનાથી સ્પષ્ટ થયું કે બોલ ખરાબ થઈ ગયો છે. આ પછી એક નવો બોલ મંગાવવામાં આવ્યો, પરંતુ ભારતીય કેપ્ટન શુભમન ગિલને પણ તે ગમ્યું નહીં. તે અમ્પાયર સાથે જોરશોરથી વાત કરતો જોવા મળ્યો.

શુભમન ગિલ જ્યારે અમ્પાયર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તે ખૂબ જ ગુસ્સમાં દેખાતો હતો. જોકે, અમ્પાયરે તેની દલીલોને નકારી કાઢી. સ્ટમ્પ માઈક પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો અવાજ પણ સંભળાયો. સિરાજ કહે છે, 'શું આ 10 ઓવરનો જૂનો બોલ છે? ખરેખર?' ભારતીય ખેલાડીઓની વિનંતી પછી, અમ્પાયરે 99મી ઓવરમાં ફરી એકવાર બોલ બદલવાનો નિર્ણય કર્યો.

app promo2

જો રુટને પહેલી ઇનિંગમાં જસપ્રીત બૂમરાહે બોલ્ડ કર્યો. આ 11મી વખત છે જ્યારે જો રુટ ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રતિ બૂમરાહનો શિકાર બન્યો છે. રુટ બૂમરાહ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં 28.27 ના એવરેજથી 311 રન બનાવી શક્યો છે. આનાથી ખબર પડે છે કે બૂમરાહ ઈગ્લેંડના પૂર્વ કેપ્ટન પર કેવી રીતે ભારે પડી રહયો છે.

વધુ વાંચો:શુભમન ગિલ ટેસ્ટ પછી હવે ODI કેપ્ટન! આ સિરીઝમાં રોહિત શર્માના બદલે સંભાળશે કમાન

જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ 1-1 થી બરાબરી પર ચાલી રહી છે. ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલો લીડ્સનું હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયો હતો, જેમાંથી ઈંગ્લેન્ડે 5 વિકેટ સાથે જીત મેળવી હતી. પછી બર્મિઘમના અજબેસ્ટન મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 336 રનથી જીત મેળવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shubman Gill IND vs ENG Dukes Ball Controversy

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ