ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICCએ વર્લ્ડ કપ 2026 માટે 16 ટીમો પર મારી મહોર, પહેલી વખત USAની એન્ટ્રી

સ્પોર્ટ્સ / ICCએ વર્લ્ડ કપ 2026 માટે 16 ટીમો પર મારી મહોર, પહેલી વખત USAની એન્ટ્રી

Last Updated: 10:42 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી ICC અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 માટે તમામ 16 ટીમો નક્કી થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે પહેલી વાર અમેરિકાએ આ ટુર્નામેન્ટમાં પોતાની જગ્યા બનાવી છે.

ADVERTISEMENT

આગામી ICC અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 માટે તમામ 16 ટીમો નક્કી થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે પહેલી વાર અમેરિકાએ આ ટુર્નામેન્ટમાં પોતાની જગ્યા બનાવી છે. અમેરિકાએ કેનેડા, બર્મુડા અને આર્જેન્ટિના સામે જીત મેળવીને આ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. જ્યોર્જિયામાં યોજાયેલા અમેરિકન ક્વોલિફાયરમાં USAએ શાનદાર પ્રદર્શન કર્યું.

અત્યાર સુધી રમાયેલા ચારેય મુકાબલામાં અમેરિકાએ જીત નોંધાવી છે. કેનેડા સામે 65 રનની જીતથી શરૂઆત કરીને ટીમે બર્મુડા અને આર્જેન્ટિનાને પણ હરાવ્યા. આર્જેન્ટિના સામે 9 વિકેટની જીત સાથે USAએ કુલ 10 પોઈન્ટ મેળવ્યા. ટીમના અમરિંદર સિંહ ગિલે ત્રણ ઇનિંગ્સમાં 199 રન ફટકાર્યા, જ્યારે સ્પિનર અંશ રાય અને સાહિર ભાટિયાએ સાથે મળી 7 વિકેટ ઝડપી. વિકેટકીપર-બેટ્સમેન અર્જુન મહેશની કેપ્ટન્સી હેઠળ ટીમે અદ્દભુત પ્રદર્શન કર્યું. ICCએ પુષ્ટિ કરી કે USA 16મી ટીમ તરીકે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા વર્લ્ડ કપ 2026માં રમશે.

સીધી ક્વોલિફાય થયેલી 10 ટીમો (2024થી)

ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, આયર્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ.

ક્વોલિફાયર દ્વારા આવેલી ટીમો

  • અમેરિકા (અમેરિકન ક્વોલિફાયર)
  • તાન્ઝાનિયા (આફ્રિકા ક્વોલિફાયર)
  • અફઘાનિસ્તાન (એશિયા ક્વોલિફાયર)
  • જાપાન (ઈસ્ટ-એશિયા પેસિફિક ક્વોલિફાયર)
  • સ્કોટલેન્ડ (યુરોપ ક્વોલિફાયર)
  • ઝિમ્બાબ્વે (મેઝબાન તરીકે સીધી એન્ટ્રી)

વધુ વાંચો: એશિયા કપ પહેલા BCCIનો નવો નિયમ, ખેલાડીઓની સાથે ટીમને પણ ફાયદો!

16 ટીમોની યાદી ફાઇનલ થઈ

ઝિમ્બાબ્વે, ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, આયર્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, અમેરિકા, તાન્ઝાનિયા, અફઘાનિસ્તાન, જાપાન અને સ્કોટલેન્ડ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Under19MenSCricketWorldCup2026 Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ