ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સૂર્યકુમાર ફિટનેસ ટેસ્ટમાં પાસ કે ફેલ? એશિયા કપ પર મોટું અપડેટ, કેપ્ટન પર લેવાયો નિર્ણય

સ્પોર્ટ્સ / સૂર્યકુમાર ફિટનેસ ટેસ્ટમાં પાસ કે ફેલ? એશિયા કપ પર મોટું અપડેટ, કેપ્ટન પર લેવાયો નિર્ણય

Published By: Shilpa Parmar

Last Updated: 11:18 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યકુમાર યાદવના ફિટનેસ ટેસ્ટનું પરિણામ આવી ગયું છે. એશિયા કપ પહેલાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન પર મોટો નિર્ણય લેવાયો છે. જાણો કોણ બનશે ટીમ ઇન્ડિયાના કેપ્ટન?

ADVERTISEMENT

એશિયા કપ 2025 માટે ટીમની જાહેરાત પહેલાં જ એક મોટા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. UAEમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થનારા આ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવને જ મળશે કે પછી કોઈ બીજા ખેલાડીને કેપ્ટનશીપનો મોકો અપાશે? આ મુદ્દે હવે નિર્ણય લેવાય ગયો છે.

ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ જ મેદાનમાં ઉતરશે. આ નિર્ણય સૂર્યકુમારના ફિટનેસ ટેસ્ટનું પરિણામ સામે આવ્યા પછી લેવામાં આવ્યો છે, જેમાં ભારતીય કેપ્ટનએ સફળતા મેળવી છે.

સૂર્યકુમાર બનશે કેપ્ટન

ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે થોડા અઠવાડિયા પહેલાં જ હર્નિયાનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારથી જ તેઓ આરામ પર હતાં. એક રિપોર્ટ મુજબ થોડા દિવસ પહેલાં જ સૂર્યકુમાર બેંગલોરમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં હતા, જ્યાં મેડિકલ ટીમે તેમનો ફિટનેસ ટેસ્ટ લીધો. રિપોર્ટ મુજબ આ ટેસ્ટનું પરિણામ આવી ગયું છે અને ભારતીય કેપ્ટન તેમાં સફળતાપૂર્વક પોતાની ફિટનેસ સાબિત આપી ચૂક્યા છે.

સૂર્યકુમારનું ફિટ થવું ટીમ ઇન્ડિયા અને ખાસ કરીને સિલેક્શન કમિટી માટે મોટી રાહત છે, કારણ કે 19 ઓગસ્ટે આ ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત થવાની છે. આવી સ્થિતિમાં નવા કેપ્ટનની પસંદગી કરવાની ચિંતાથી પણ છૂટકારો મળશે અને સાથે જ ટીમની બેટિંગ લાઇનઅપને પણ મજબૂતી મળશે.

રિપોર્ટમાં મુજબ જણાવાયું છે કે ફિટ થઈને પરત ફરેલા સૂર્યકુમાર જ ટીમની કેપ્ટનશીપ સંભાળશે અને તેઓ સિલેક્શન કમિટી ની મિટિંગમાં પણ હાજર રહેશે.

Shubhman-Gill

શુભમન ગિલને તક મળશે?

અજીત અગરકરની અધ્યક્ષતા હેઠળ સિનિયર સિલેક્શન કમિટી મંગળવાર 19 ઓગસ્ટે મળશે અને 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ચાલનારા એશિયા કપ માટે ટીમ પસંદ કરશે. જ્યાં સૂર્યકુમારની વાપસીથી તેમની કેટલીક ચિંતાઓ ઓછી થઈ છે, ત્યાં હજુ પણ આ પ્રશ્ન યથાવત છે કે શું સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને તક મળશે?

વધુ વાંચો: ICCએ વર્લ્ડ કપ 2026 માટે 16 ટીમો પર મારી મહોર, પહેલી વખત USAની એન્ટ્રી

એવું માનવામાં આવી રહ્યું હતું કે જો સૂર્યકુમાર ફિટ નહીં થાય તો ગિલને કેપ્ટન તરીકે ટીમમાં સ્થાન અપાઈ શકે. પરંતુ હવે તેમનું સિલેક્શન પણ હાલમાં નિશ્ચિત જણાતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup Suryakumar Yadav Fitness Test Team India Captain

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ