બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / તું સારાને ડેટ કરી રહ્યો છે? અફેરની અફવા પર શુભમન ગિલે આપ્યો જવાબ

સ્પોર્ટ્સ / તું સારાને ડેટ કરી રહ્યો છે? અફેરની અફવા પર શુભમન ગિલે આપ્યો જવાબ

Chintan Chavda

Last Updated: 11:35 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shubman Gill Sara Tendulkar Dating: શું શુભમન ગિલ સારા તેંડુલકર સાથે રિલેશનશિપમાં છે? અહીં જાણો ગિલે ડેટિંગ વિશે શું જવાબ આપ્યો.

શુભમન ગિલનું નામ ઘણા સમયથી સારા તેંડુલકર સાથે જોડવામાં આવી રહ્યું છે. સારા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી છે. IPL અને ભારતીય ટીમની મેચ દરમિયાન, ફેંસ ગિલ અને સારા વિશે વિવિધ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે. હવે તેમના એક જૂના ઇન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગિલને સીધો પૂછવામાં આવ્યો હતો કે શું તે સારાને ડેટ કરી રહ્યો છે. વર્તમાન ભારતીય ટેસ્ટ કેપ્ટને આ વિશે જે કહ્યું તે તમારું હૃદય ખુશ કરી દેશે.

થોડા સમય પહેલા, પંજાબી અભિનેત્રી સોનમ બાજવાએ એક શોમાં શુભમન ગિલનો ઇન્ટરવ્યૂ લીધું હતો. સોનમ બાજવાએ ગિલને સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તે સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. આના પર શુભમન ગિલે કહ્યું, "કદાચ." આના પર, ઇન્ટરવ્યૂ લઈ રહેલી સોનમે તેને સાચું કહેવા માટે વિનંતી કરી અને કહ્યું, "સારા કા સારા સચ બોલો." બીજી બાજુ, ગિલ પણ મજાકના મૂડમાં હોય તેવું લાગતું હતું, જેને કહ્યું, "સારા દા સારા સચ બોલ દિયા."

app promo5

હવે કોને ડેટ કરી રહ્યો છે શુભમન ગીલ?

શુભમન ગિલ અને સારા તેંડુલકરે ક્યારેય એકબીજાને ડેટ કરવાની પુષ્ટિ કરી નથી. હાલના સમયની વાત કરીએ તો, છેલ્લા કેટલાક મહિનાઓમાં શુભમન ગિલનું નામ અભિનેત્રી અવનીત કૌર સાથે જોડાયું છે. જોકે, બંનેમાંથી કોઈએ એકબીજાને ડેટ કરવાની પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે ગિલનું નામ આ પહેલા બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું.

વધુ વાંચો:50 ચોગ્ગા અને 22 છગ્ગા, ટેસ્ટ નહીં આ બેટ્સમેને વનડેમાં ફટકાર્યા 404 રન

કેપ્ટનશીપની જવાબદારી સાંભળી રહ્યોં છે

શુભમન ગિલ તેના ડેટિંગ જીવનને લઈને ઘણી વાર ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં તેના ખભા પર ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપનો ભાર છે. તેને ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં કેપ્ટનશીપની શરૂઆત કરી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ભારત પહેલી મેચ હારી ગયું હતું, પરંતુ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં તેને બંને ઇનિંગ્સમાં સદી ફટકારી અને ભારતની 336 રનની ઐતિહાસિક જીતમાં મોટો ફાળો આપ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Sara Tendulkar Shubman Gill
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ