બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 PM, 12 July 2025
ક્રિકેટના વિસ્ફોટક બેટિંગના આ યુગમાં, એક પછી એક રેકોર્ડ બની રહ્યા છે. જો આપણે ODI મેચોની વાત કરીએ, તો કોઈ ટીમ માટે તેમાં 400 રન બનાવવા ખૂબ જ મુશ્કેલ છે. જો આપણે કહીએ કે કોઈ એક ખેલાડીએ ODI મેચમાં 400 રન બનાવ્યા છે, તો શું તમે તેના પર વિશ્વાસ કરી શકશો? હા, ODI મેચની એક જ ઇનિંગમાં 404 રનની અણનમ ઇનિંગ રમવાનો રેકોર્ડ મુસ્તકીમ હૌલાદારના નામે છે. આ સિદ્ધિ બાંગ્લાદેશમાં પ્રાપ્ત થઈ હતી, જ્યાં નવમા ધોરણના એક વિદ્યાર્થીએ સ્કુલ લેવલના ક્રિકેટમાં 400 થી વધુ રનની ઇનિંગ રમી હતી.
ADVERTISEMENT
આ ઐતિહાસિક રેકોર્ડ બન્યાને હજુ ઘણો સમય થયો નથી. આ વર્ષે માર્ચમાં, જ્યારે બાંગ્લાદેશમાં ડિસ્ટ્રીક સ્તરે બે સ્કૂલ ટીમો એકબીજા સામે મેચ રમી રહી હતી. મુસ્તાકીમ હાવલાદરે કેમ્બ્રિયન સ્કૂલ માટે ઇનિંગની શરૂઆત કરી અને સમગ્ર 50 ઓવરમાં કોઈ તેને આઉટ કરી શક્યું નહીં.
વધુ વાંચો: KL રાહુલે સેન્ચુરી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી, આવું કરનારો બીજો ભારતીય ખેલાડી
ADVERTISEMENT
260 મિનિટ સુધી બેટિંગ કરતા રહ્યા
મુસ્તાકીમ હૌલાદરે ઓપનર તરીકે 4 કલાક 20 મિનિટ એટલે કે કુલ 260 મિનિટ ક્રીઝ પર વિતાવ્યા. તેમણે 170 બોલનો સામનો કરીને 404 રનની ઐતિહાસિક ઇનિંગ રમી. તેમનો સ્ટ્રાઇક રેટ 237.64 હતો અને આ ઇનિંગમાં તેમણે 50 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા. હૌલાદરે ફક્ત ચોગ્ગા અને છગ્ગાથી 332 રન બનાવ્યા.
ADVERTISEMENT
તેમની ઇનિંગ બીજા એક કારણસર યાદગાર રહી કારણ કે તેમણે કેપ્ટન સઉદ પરવેઝ સાથે 699 રનની ભાગીદારી કરી હતી. પરવેઝ પોતે 124 બોલમાં 256 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા. પરવેઝે પોતાની ઇનિંગમાં 32 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા. કલ્પના કરો કે આટલી મોટી ઇનિંગના આધારે આ ટીમે કેટલા રન બનાવ્યા હોત. હૌલાદાર અને પરવેઝની ઐતિહાસિક ઇનિંગના આધારે, કેમ્બ્રિયન સ્કૂલની આ ઇનિંગ 770 રન પર સમાપ્ત થઈ.
તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે સેન્ટ ગ્રેગરી સ્કૂલની ટીમ તેમની સામે રમી રહી હતી. 771 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ફક્ત 32 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે, કેમ્બ્રિયન સ્કૂલે 738 રનનો વિજય નોંધાવ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.