ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / KL રાહુલે સેન્ચુરી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી, આવું કરનારો બીજો ભારતીય ખેલાડી

સિદ્ધિ / KL રાહુલે સેન્ચુરી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી, આવું કરનારો બીજો ભારતીય ખેલાડી

Last Updated: 09:55 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કે એલ રાહુ2લે 2021માં લોર્ડ્સમાં પોતાની પેહલી સદી ફટકારી હતી. ત્યારબાદ તેને 2025માં તેંડુલકર-ઍન્ડરસહન ટ્રોફીની 3જી ટેસ્ટમાં સદી ફટકારીને એક સિદ્ધિ હાંસલ કરી છે.

ADVERTISEMENT

શનિવારે (12 જુલાઈ), ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે, કેએલ રાહુલે સદી ફટકારીને એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરી. તે લોર્ડ્સમાં એકથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી બન્યો. તેના સિવાય 'કર્નલ' દિલીપ વેંગસરકરે આ સિદ્ધિ મેળવી છે.

KL-RAHUL-2

વેંગસરકરે લોર્ડ્સમાં 3 સદી ફટકારી છે. તે આ ઐતિહાસિક મેદાનના સદી ફટકારનારા ઓનર બોર્ડ પર સૌથી વધુ વખત પોતાનું નામ લખેલું વિદેશી ખેલાડી છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે 'ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા આ સ્ટેડિયમમાં સૌથી વધુ સદી ફટકારનાર વિદેશી ખેલાડી છે.

કેએલ રાહુલે આ પહેલા 2021 માં લોર્ડ્સમાં સદી ફટકારી હતી. ભારતીય ટીમે તે મેચ જીતી હતી. રાહુલે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 176 બોલમાં સદી ફટકારી હતી. તેંડુલકર-એન્ડરસન ટેસ્ટ શ્રેણીમાં રાહુલની આ બીજી સદી છે. આ પહેલા તેણે લીડ્સ ખાતે બીજી ઇનિંગમાં 137 રન બનાવ્યા હતા. તેણે બર્મિંગહામ ટેસ્ટની બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી.

KL-RAHUL-1

રાહુલનું નામ બીજી વખત લોર્ડ્સના ઓનર બોર્ડ પર લખવામાં આવશે

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ, રાહુલનું નામ બીજી વખત લોર્ડ્સના સન્માન બોર્ડ પર લખાશે. દિલીપ વેંગસરકર અને કેએલ રાહુલ ઉપરાંત, અજિત અગરકર, મોહમ્મદ અઝહરુદ્દીન, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વિનુ માંકડ, અજિક્ય રહાણે, રવિ શાસ્ત્રી અને ગુંડપ્પા વિશ્વનાથે લોર્ડ્સમાં ભારત માટે સદી ફટકારી છે.

vtv app promotion

રાહુલનો ઈંગ્લેન્ડ સામે શાનદાર રેકોર્ડ છે.

આ કેએલ રાહુલના ટેસ્ટ કારકિર્દીની 10મી સદી હતી. આમાંથી 5 સદી ઇંગ્લેન્ડ સામે આવી છે. 4 સદી ઇંગ્લેન્ડમાં જ ફટકારવામાં આવી છે. રાહુલે ભારતમાં ફક્ત 1 સદી ફટકારી છે. તેણે 2016માં ઇંગ્લેન્ડ સામે તે સદી ફટકારી હતી. તેણે ચેન્નાઈમાં 199 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, તેણે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને કેરેબિયન ભૂમિ પર 1-1 સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકામાં 2 સદી ફટકારી છે.

આ પણ વાંચો: VIDEO: જોફ્રા આર્ચર 1 કિલો સોનાની ચેઈન પહેરીને મેચમાં ચીટિંગ કરે છે! જુઓ વીડિયો

લોર્ડ્સમાં 1 થી વધુ સદી ફટકારનારા વિદેશી ખેલાડીઓ

રાહુલ અને વેંગસરકર ઉપરાંત, લોર્ડ્સમાં 1 થી વધુ સદી ફટકારનારા વિદેશી બેટ્સમેનોમાં દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા, ઓસ્ટ્રેલિયાના વોરેન બાર્ડસલી અને ડોન બ્રેડમેન, વિલ બ્રાઉન, ન્યુઝીલેન્ડના માર્ટિન ક્રો, વેસ્ટ ઈન્ડિઝના ગોર્ડન ગ્રીનિજ, જ્યોર્જ હેડલી, શ્રીલંકાનો મહેલા જયવર્ધને, દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સનો સમાવેશ થાય છે. આ બધાએ 2-2 સદી ફટકારી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kl rahul hundered lords test match tendulkar anderson trophy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ