બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કોઈને ખબર પણ ન પડી! અચાનક વિરાટ માથે આવી આ આફત, ચાહકોમાં ફેલાઈ ચિંતા

બેંગલુરુ / કોઈને ખબર પણ ન પડી! અચાનક વિરાટ માથે આવી આ આફત, ચાહકોમાં ફેલાઈ ચિંતા

Published By: Jay Bhatt

Last Updated: 11:55 AM, 17 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB Stampade case: બેંગલુરુમાં RCBની જીત બાદ ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા. ત્યારે હવે આ ઘટનાને લઈને મોટી અપડેટ સામે આવી છે. જેનાથી વિરાટ કોહલીના ફેન્સમાં ચિંતા વધારી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની વિજય પરેડ દરમિયાન થયેલી ભાગદોડ અંગે તપાસ રિપોર્ટ આવી ગયો છે. સિદ્ધારમૈયા સરકારે કર્ણાટક હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે. રજૂ કરાયેલા આ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રિપોર્ટમાં વિરાટ કોહલીના નામનો પણ ઉલ્લેખ થયો છે.

ભાગદોડ મચી ગઈ હતી

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ચેમ્પિયન બની હતી. આ પછી વિજય પરેડ માટે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભારે ભીડ ઉમટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. 18 વર્ષ બાદ RCB ચેમ્પિયન બની હતી. ચાહકોમાં પણ ભારે ઉત્સાહ હતો, જો કે ઉત્સાહ માતમમાં ફેરવાય ગયો હતો.

vtv app promotion

કાયદેસરની પરવાનગી માંગી ન હતી

કર્ણાટક સરકારે બેંગલુરુમાં IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના વિજયના ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે હાઇકોર્ટમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરીને ભાગદોડ માટે આરસીબીને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યું છે. કર્ણાટક સરકારનું કહેવું છે RCB મેનેજમેન્ટે IPL ફાઇનલ મેચ જીત્યા બાદ 3 જૂને પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ, આ માત્ર એક માહિતી હતી. મેનેજમેન્ટે કાયદેસર રીતે પરવાનગી માંગી ન હતી. કાયદા અનુસાર, આવી પરવાનગી ઇવેન્ટના ઓછામાં ઓછા સાત દિવસ પહેલા લેવી પડે છે.

RCBની પોસ્ટનો ઉલ્લેખ કરાયો

સરકાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે પોલીસની સલાહ લીધા વગર જ RCBએ બીજા દિવસે સવારે 7.01 વાગ્યે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ઈવેન્ટનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. લોકોને વિજય પરેડમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં કોહલીએ વીડિયોમાં શું કહ્યું?

કોહલી ટીમનો અનુભવી ખેલાડી છે અને તે RCBનો ચહેરો પણ છે. સરકારે હાઈકોર્ટમાં સુપરત કરેલા રિપોર્ટમાં કોહલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે, 'RCBએ 4 જૂને એક જાહેર કાર્યક્રમને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો દ્વારા કોહલીએ ચાહકોને ઈવેન્ટમાં મફતમાં હાજરી આપવા કહ્યું હતું.

વધુ વાંચો : ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી સંન્યાસ છતાં ICC રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર 1

કર્ણાટક સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં શું છે?

  • કાર્યક્રમમાં ભીડ અપેક્ષા કરતા ઘણી વધારે હતી, જેના કારણે વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ.
  • આયોજકોએ અચાનક જાહેરાત કરી કે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે પાસ જરૂરી રહેશે. આનાથી લોકોમાં ભય ફેલાયો.
  • RCB, DNA અને KSCA (કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન) વચ્ચે સંકલનનો ભારે અભાવ હતો.
  • ગેટ ખોલવામાં વિલંબ અને અંધાધૂંધીને કારણે નાસભાગ મચી ગઈ જેમાં 7 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RCB stampade case karnataka Government Virat Kohli

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ