બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી સંન્યાસ છતાં ICC રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર 1
Last Updated: 01:48 AM, 17 July 2025
ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ક્રિકેટના બે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતની જીત બાદ વિરાટ કોહલીએ સૌપ્રથમ આ 20 ઓવરની રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા અને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 4-1થી હાર બાદ વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી હવે ભારત માટે ફક્ત ODI ક્રિકેટ રમી રહ્યો છે. પરંતુ આ પછી પણ કોહલીએ ICC રેન્કિંગમાં એક નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિરાટ બધા ફોર્મેટમાં ક્રિકેટ રમતી વખતે નંબર વન બેટ્સમેન રહ્યો છે. અહેવાલ મુજબ વિરાટ કોહલી ICC રેન્કિંગના ત્રણેય ફોર્મેટમાં 900 થી વધુ પોઈન્ટ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. ICC એ આજે બુધવાર, 16 જુલાઈના રોજ T20 રેન્કિંગ સિસ્ટમ અપડેટ કરી છે. આ નવી સિસ્ટમને કારણે, વિરાટે તે સ્થાન પ્રાપ્ત કર્યું છે જે આજ સુધી વિશ્વનો કોઈ ખેલાડી પ્રાપ્ત કરી શક્યો નથી.

ADVERTISEMENT
વિરાટ કોહલીને T20 માં શ્રેષ્ઠ 897 રેટિંગ મળ્યું છે. વિરાટને 2014 માં આ પોઈન્ટ મળ્યા હતા. T20 રેન્કિંગ સિસ્ટમના અપડેટ પછી, આ પોઈન્ટ 897 ને બદલે 909 છે. આ કારણે વિરાટે T20 ફોર્મેટમાં પણ 900 થી વધુ પોઈન્ટ હાંસલ કર્યા છે. વિરાટે 2018 માં જ ટેસ્ટમાં 937 અને ODI માં 909 રેટિંગ પોઈન્ટના શ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા છે. નવી T20 રેટિંગ સિસ્ટમ પછી વિરાટના ખાતામાં એક નવો રેકોર્ડ ઉમેરાયો છે.

ADVERTISEMENT
વિરાટ કોહલીએ 7 સપ્ટેમ્બર 2014 ના રોજ તેના T20 કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત કર્યું. કોહલી આ ફોર્મેટમાં સતત 1202 દિવસ સુધી નંબર વન રહ્યો. 909 પોઈન્ટ પ્રાપ્ત કર્યા પછી વિરાટ T20 માં શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત કરનાર ત્રીજો ખેલાડી બન્યો છે. ઈંગ્લેન્ડનો ડેવિડ માલન 919 પોઈન્ટ સાથે નંબર વન પર છે અને સૂર્યકુમાર યાદવ 912 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.
ADVERTISEMENT
વધુ વાંચો:લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીને ન મળી એન્ટ્રી! ગાર્ડે ગેટ પર જ રોક્યો! વીડિયો વાયરલ
ADVERTISEMENT
ICC મેન્સ T20 માં નવીનતમ રેન્કિંગની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાનો ડેશિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ 856 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. ભારતના અભિષેક શર્મા 829 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે અને ભારતના તિલક વર્મા 804 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.