બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાને જીતી લીધો એશિયા કપ, અંડર 19 ફાઈનલમાં ભારતને 191 રનથી હરાવ્યું, પહાડી સ્કોર સામે કચડાયું
Last Updated: 05:42 PM, 21 December 2025
IND U19 vs PAK U19 Live Score: દુબઇમાં આઇસીસી એકેડમી ગ્રાઉન્ડ પર આજે રમાયેલી મેચમાં ભારતને હરાવીને પાકિસ્તાને અંડર-19 એશિયા કપની ફાઇનલ મેચ જીતી લીધી છે. મુકાબલામાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા ભારતને જીત માટે 50 ઓવરમાં 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. 17 ઓવર સુધીમાં 94 રનમાં સાત વિકેટો ગુમાવી દીધી હતી. ભારતીય ટીમે 150 રન પર પહોચવા સુધીમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમને પછાડીને પાકિસ્તાની ટીમ આસાનીથી જીત મેળવી લીધી છે. પાકિસ્તાને ભારતને 191 રને હરાવીને અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે.
ADVERTISEMENT
IND U19 vs PAK U19 Live Score: દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ ફાઇનલ રમાઈ છે. પાકિસ્તાને ભારતને મેચ જીતવા માટે 50 ઓવરમાં 348 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતનો સ્કોર 17 ઓવર પછી 94/7 પર હતો. ત્યારબાદ ભારતીય ટીમ જીત માટે જજુમતી જોવા મળી હતી પરંતુ લક્ષ્ય સુધી પહોચી શકી ન હતી. પાકિસ્તાને ભારતને 191 રને હરાવીને અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે.
આ અગાઉ ભારતે પીછો કરવા માટે તોફાની શરૂઆત કરી પરંતુ ઝડપથી ચાર વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશીને અલી રઝાએ આઉટ કર્યા. આયુષે 2 રન બનાવ્યા, જ્યારે વૈભવે 10 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે. એરોન જ્યોર્જ (16 રન) અને વિહાન મલ્હોત્રા (7 રન) પણ કુલ સ્કોરમાં વધારો કરવામાં નિષ્ફળ રહ્યો. વિહાન આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 59/4 હતો. વેદાંત ત્રિવેદી (9 રન) પાસેથી મોટી ઇનિંગ રમવાની અપેક્ષા હતી, પરંતુ મોહમ્મદ સૈયમના શોર્ટ બોલ પર તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી.
ADVERTISEMENT
Innings Break!
— BCCI (@BCCI) December 21, 2025
3⃣ wickets for Deepesh Devendran 👌
2⃣ wickets each for Khilan Patel and Henil Patel 👍
A 🎯 of 348 for India U19 to clinch the #MensU19AsiaCup2025
Scorecard ▶️ https://t.co/ht0DLU8XQ3 pic.twitter.com/iAMhAfgurX
સમીર મિન્હાસની ધમાકેદાર સદી
ADVERTISEMENT
આ અગાઉ ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ પાકિસ્તાને 8 વિકેટે 347 રન બનાવ્યા. પાકિસ્તાનની શરૂઆત ખાસ સારી ન હતી. ચોથી ઓવરમાં તેમણે વિકેટકીપર-બેટ્સમેન હમઝા ઝહૂર (18 રન)ની વિકેટ ગુમાવી હતી. હમઝાને ઝડપી બોલર હેનિલ પટેલે આઉટ કર્યો. ત્યારબાદ સમીર મિન્હાસ અને ઉસ્માન ખાને બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને મજબુત સ્થીતીમાં લાવી દીધુ હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'કોઈને કહી દે નજર ઉતારી આપે' T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થયેલા ગિલને ગાવસ્કરની સલાહ
આ અંડર-19 એશિયા કપની 12મી સંસ્કરણ છે. ભારત અંડર-19 એશિયા કપમાં સૌથી સફળ ટીમ છે, જેણે આઠ વખત (1989, 2003, 2012, 2013–14, 2016, 2018, 2019, 2021) ટાઇટલ જીત્યું છે. બાંગ્લાદેશે 2023 અને 2024માં ટાઇટલ જીત્યું હતું, જ્યારે પાકિસ્તાન (2012) અને અફઘાનિસ્તાન (2017) એ એક-એક વખત ટાઇટલ જીત્યું છે. એ નોંધવું જોઇએ કે 2012 ની આવૃત્તિની ફાઇનલ ટાઇ થઈ હતી, જેના પરિણામે ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.