બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'હું એક ટીમની...', હવે કોની અંદર જાગી ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનવાની તમન્ના? નામ ચોંકાવનારું

ક્રિકેટ / 'હું એક ટીમની...', હવે કોની અંદર જાગી ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનવાની તમન્ના? નામ ચોંકાવનારું

Published By: Priyankka Triveddi

Last Updated: 01:07 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલને ટેસ્ટ પછી ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ પછી યશસ્વી જયસ્વાલે પણ કેપ્ટન બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Yashsvi Jaiswal on Captaincy: ભારતની ટીમ હાલ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. એશિયા કપ જીત્યા પછી ઇંડિયન વિમેન્સ ટીમે પાકિસ્તાનની ટીમને હરાવી છે. આ વચ્ચે વાત એમ છે કે ટીમ ઈન્ડિયાના યુવાન બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal)કહ્યું છે કે તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનવા માગે છે. તેણે જણાવ્યું કે તે દરરોજ પોતાની ફિટનેસ અને ખેલ કૌશલ્ય સુધારવા માટે મહેનત કરે છે. હાલમાં ટીમ ઈન્ડિયા સંક્રમણના તબક્કામાંથી પસાર થઈ રહી છે, જ્યાં નવા ખેલાડીઓ આગળ આવી રહ્યા છે. યશસ્વીના સાથી અને સમવયસ્ક શુભમન ગિલ ગિલ હાલમાં ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન છે અને T20 ટીમના ઉપ-કેપ્ટન પણ છે. એવી શક્યતા છે કે 2026 T20 વર્લ્ડ કપ પછી શુભમનને ત્રણેય ફોર્મેટમાં કમાન સોંપી શકાય.

yashsvi

કેપ્ટનશીપ વિશે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં લેફ્ટ હેન્ડ ઓપનર યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) રાજ શમાનીના પોડકાસ્ટમાં કહ્યું

"હું દરરોજ મારી ફિટનેસ અને મારી કુશળતા પર કામ કરી રહ્યો છું. હું મારા શરીર વિશે શીખી રહ્યો છું, કારણ કે ધીમે ધીમે મને લાગે છે કે મારે ફિટ થવાની, વધુ મહેનત કરવાની અને મારી કુશળતાને નિખારવાની જરૂર છે. અત્યારે, દરરોજ, હું એક નેતા બનવા માટે મારી જાત પર કામ કરી રહ્યો છું. હું કેપ્ટન બનવા માંગુ છું. હું એક ટીમની કેપ્ટનશીપ કરવા માંગુ છું."

વધુ વાંચો: વિરાટ તો ઠીક! હવે તો રોહિતનું પણ 2027માં રમવું નામુમકિન? જાણો 3 મોટા કારણ

vtv app promotion

23 વર્ષીય યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં 25 ટેસ્ટ, એક વનડે અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 2200 થી વધુ રન પણ બનાવ્યા છે. ઓપનર તરીકે તેનું સ્થાન લાંબા સમય સુધી નિશ્ચિત છે. પરંતુ હાલમાં તે વનડે અને T20 ટીમોમાં સ્થાન મેળવી શક્યો નથી. જો તેને સ્થાન મળે તો પણ તે ફક્ત બેકઅપ ઓપનર તરીકે ટીમમાં રહેશે. કારણ કે શુભમન ગિલ અને રોહિત શર્મા હાલમાં ઓપનર છે. રોહિત શર્માની નિવૃત્તિ પછી યશસ્વીને તકો મળવાનું શરૂ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yashasvi Jaiswal Shubman Gill Team India Captain

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ