બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : સદીની ઉજવણી કરતા બેટર સાથે થયું એવુ કે, તમે પણ ચોંકી જશો

ક્રિકેટ / VIDEO : સદીની ઉજવણી કરતા બેટર સાથે થયું એવુ કે, તમે પણ ચોંકી જશો

Published By: Jay Bhatt

Last Updated: 03:41 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SL Vs BAN Test Series : ક્રિકેટમાં ઘણી એવી દુર્ઘટના બની છે જેમાં બેટરને બોલ ઈજાગ્રસ્ત થયા હોય. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ફિલ હ્યુજીસની ઘટના કોણ ભુલી શકે છે ત્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચમાં એવું થયું કે જેને જોઈને સૌ કોઈ અચંબીત રહી ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

શ્રીલંકાના ગાલેમાં ચાલી રહેલી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં, બાંગ્લાદેશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માટે શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં, ટીમે 3 વિકેટે 292 રન બનાવ્યા છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનાર શ્રીલંકાને શરૂઆતમાં ત્રણ મહત્વપૂર્ણ સફળતા મળી હતી, જ્યારે બોલર થારિન્દુ રત્નાયકે 45 રનમાં 3 વિકેટ ગુમાવીને બાંગ્લાદેશને મુશ્કેલીમાં મુકી દીધું હતું.

શાંતો અને રહીમે ઈનિંગને સંભાળી

જો કે આ પછી, બાંગ્લાદેશના નઝમુલ હુસૈન શાંતોએ 136 રન અને મુશફિકુર રહીમે ચોથી વિકેટ માટે 105 રન બનાવીને 247 રનની અણનમ ભાગીદારી કરી અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. બંનેએ મળીને શ્રીલંકાના સ્પિન આક્રમણને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધું હતું.

Vtv App Promotion

શ્રીલંકાની બોલિંગ નિષ્ફળ

આ ટેસ્ટ શ્રીલંકા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ એન્જેલો મેથ્યુઝની છેલ્લી ટેસ્ટ છે. આ ટેસ્ટ પછી, શ્રીલંકાના આ દિગ્ગજ ઓલરાઉન્ડર આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. શ્રીલંકાના બોલરો અત્યાર સુધી તેમના અનુભવી ઓલરાઉન્ડરને તેમની છેલ્લી ટેસ્ટમાં વિજયની ભેટ આપવામાં નિષ્ફળ રહ્યા છે. સ્પિન જોડી પ્રભાત જયસૂર્યા અને થારિંદુ રત્નાયકે 61 ઓવર ફેંક્યા પછી ફક્ત બે વિકેટ જ ઝડપી હતી. પાંચ બોલરો હોવા છતાં, શ્રીલંકાની ટીમ શાંતો અને મુશફિકુરની જોડીને તોડી શકી નથી.

આ પણ વાંચો : તેંડુલકર-એન્ડરસન ટ્રોફીમાં આ 3 ખેલાડીઓ થઈ શકે છે પ્લેઇંગ 11માંથી બહાર, એક નામ ચોંકાવનારું

સદીની ઉજવણીમાં થયું ભયાનક

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શાંતો સદી ફટકારવાની ઉજવણી કરવા માટે ઉત્સાહમાં હવામાં કૂદી પડે છે, જો કે આ દરમિયાન સામેથી એક બોલ તેની તરફ સડસડાટ સ્પીડમાં આવે છે. તે કોઈક રીતે તે ઝડપી બોલથી પોતાને બચાવે છે અને પછી હસતા હસતા પોતાની સદીની ઉજવણી પૂર્ણ કરે છે. થોડીક ક્ષણો માટે તો એવું જ લાગે છે કે બોલ સીધો તેના શરીરમાં વાગશે અને ઈજાગ્રસ્ત થશે. જો કે તેણે પોતાની જાતને બચાવી લીધો હતો. આ ક્ષણ માત્ર મજેદાર જ નહોતી પણ મેદાન પર તેનો આત્મવિશ્વાસ અને જુસ્સો પણ દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Test Series SL vs BAN WTC

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ