બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / દિલ્હી ટેસ્ટનો બીજો દિવસ ભારતને ફળ્યો, જાડેજાની શાનદાર બોલિંગ સામે વેસ્ટ ઈન્ડીઝ ઘૂંટણીયે

IND vs WI / દિલ્હી ટેસ્ટનો બીજો દિવસ ભારતને ફળ્યો, જાડેજાની શાનદાર બોલિંગ સામે વેસ્ટ ઈન્ડીઝ ઘૂંટણીયે

Published By: Mit Soni

Last Updated: 08:37 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI Test 2025: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટનો બીજો દિવસ પૂર્ણ થયો છે. ભારતે તેનો પ્રથમ દાવ પાંચ વિકેટે 518 રન પર ડિકલેર કર્યો હતો. દિવસ પૂર્ણ થતા વેસ્ટ ઈન્ડિઝે ચાર વિકેટે 140 રન બનાવ્યા હતા.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ પૂર્ણ થયો છે. ભારતે પોતાનો પહેલો દાવ પાંચ વિકેટે 518 રન પર ડિકલેર કર્યો હતો. દિવસના અંતે વેસ્ટ ઇન્ડીઝ ચાર વિકેટે 140 રન બનાવીને ભારતથી 378 રન પાછળ હતું. શાઈ હોપ 31 રન અને ટેવિન ઈમલાચ 14 રન સાથે ક્રીઝ પર હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી, અત્યાર સુધીમાં ત્રણ વિકેટ લીધી, જ્યારે કુલદીપ યાદવે એક વિકેટ લીધી.

ડિકલેર કર્યા પછી, ભારતની બોલીંગ શાનદાર રહીં, વેસ્ટ ઇન્ડીઝને શરૂઆતનો ઝટકો આપ્યો. જોન કેમ્પબેલ 10 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ તેજનારાયણ ચંદ્રપોલ અને એલિક અથાનાઝે બીજી વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ કરી ટીમને સારી સ્થિતીમાં રાખી હતી, પરંતુ જાડેજાએ ચંદ્રપોલને 34 રન બનાવીને આઉટ કર્યો. ત્યારબાદ કુલદીપે અથાનાઝેને આઉટ કરીને વેસ્ટ ઇન્ડીઝને ત્રીજી વિકેટ અપાવી. અથાનાઝે 41 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ જાડેજાએ કેપ્ટન રોસ્ટન ચેઝને કોઈ રન બનાવ્યા વિના આઉટ કર્યો. જોકે, દિવસની રમતના અંતે વેસ્ટ ઇન્ડીઝને વધુ કોઈ ઝટકો લાગ્યો નહીં. ભારત હવે ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સ ઝડપથી પૂર્ણ કરીને નોંધપાત્ર લીડ મેળવવાનો પ્રયાસ કરશે.

ભારતે 518 રનમાં દાવ ડિકલેર કર્યો

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતે પાંચ વિકેટે 518 રન પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને યશસ્વી જયસ્વાલ પછી કેપ્ટન શુભમન ગિલે પણ સદી ફટકારી. ગિલ 129 રન પર અણનમ રહ્યો. ધ્રુવ જુરેલના રૂપમાં ભારતે પાંચમી વિકેટ ગુમાવતા જ ટીમે ઇનિંગ ડિકલેર કરી. ભારત તરફથી યશસ્વીએ સૌથી વધુ 175 રન બનાવ્યા.

vtv app promotion

બંને ટીમોની પ્લેઈંગ 11

ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વધુ વાંચો: ભલે વાગ્યું, છતાંય કેચ ન છોડ્યો, સુદર્શને કર્યો જોરદાર કમાલ, જુઓ Video

વેસ્ટ ઈન્ડિઝ: તેજનારાયણ ચંદ્રપોલ, જોન કેમ્પબેલ, એલીક એથાનાઝ, ટેવિન ઈમલાચ (વિકેટકીપર), શાઈ હોપ, રોસ્ટન ચેઝ (કેપ્ટન), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખારી પિયર, એન્ડરસન ફિલિપ, જેડન સીલ્સ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs WI Test 2025 Shubman gill yashasvi jaiswal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ